દેવપરાનો અકરમ નારેજા વર્લી ફીચરનો જુગાર રમાડતા ઝડપાયો

08 May 2021 06:16 PM
Rajkot
  • દેવપરાનો અકરમ નારેજા વર્લી ફીચરનો જુગાર રમાડતા ઝડપાયો

રાજકોટ તા.8
ભક્તિનગર પીઆઈ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે.કામળીયા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સાથેના એએસઆઈ ભાનુભાઈ મિયાત્રા, કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડાને બાતમી મળતા કોઠારીયા રીંગરોડ, કામનાથ વે-બ્રીજ પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડા લઈ જુગાર રમાડતા અકરમ હારૂન નારેજા (ઉ.વ.33, રહે. ખ્વાજા ચોક, તમન્ના એપાર્ટમેન્ટ, દેવપરા મેઈનરોડ)ને દબોચી રૂા.2430ની રોકડ કબ્જે કરી હતી અને ગુનો દાખલ કર્યો હતો.


Related News

Loading...
Advertisement