જામનગર રોડ પરથી અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળ્યો : પોલીસ દોડી ગઇ

08 May 2021 06:17 PM
Rajkot Crime
  • જામનગર રોડ પરથી અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળ્યો : પોલીસ દોડી ગઇ

ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઓળખ મેળવવા તપાસ હાથ ધરી

રાજકોટ તા.8
શહેરના જામનગર રોડ પર ઉપર આવેલા નાગેશ્ર્વર મંદિર પાછળના ખુલ્લા પ્લોટમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો કાફલો દોડી ગયો હતો. મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. સવારે 10:30 વાગ્યા આસપાસ મૃતદેહ મળી આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસના એએસઆઇ મેરામભાઇ ડાંગર અને મહેશભાઇ કછોડ ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં પ્રૌઢનું બિમારીના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. જો કે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોઇ ઓળખના પુરાવા ન મળતા પોલીસે ઓળખ મેળવવા વધુ તજવીજ હાથ ધરી છે. ઉપરોકત તસવીર વાળા પ્રૌઢને કોઇ ઓળખતુ હોય તો પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.


Related News

Loading...
Advertisement