પોલીસમેન સામંત ગઢવી પત્નીને ત્રાસ આપતો અને મારકુટ કરી વારંવાર લમણે પિસ્તોલ તાકતો

08 May 2021 06:19 PM
Rajkot Crime
  • પોલીસમેન સામંત ગઢવી પત્નીને ત્રાસ આપતો અને મારકુટ કરી વારંવાર લમણે પિસ્તોલ તાકતો

પતિના ત્રાસથી કંટાળી મહિલા પોલીસ મથકે દોડી ગયેલા મહિલાનો આક્ષેપ : છેલ્લા ઘણા વર્ષથી અપાતો ત્રાસ સહન ન થતા કંટાળીને પોલીસ કમિશ્નરને રજુઆત કરી : મહિલા પોલીસ મથકમાં અરજી કરી પરંતુ ન્યાય મળતો નથી, પત્નીની વ્યથા : ભાઇને પણ ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપે છે

રાજકોટ, તા. 8
રાજકોટના એરપોર્ટ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામંતભાઇ ગઢવી સામે તેના જ પત્ની પ્રજ્ઞાબેને ત્રાસ અને ધમકીના આક્ષેપો કર્યા છે. પતિએ લમણે બંદુક તાકી પતાવી દેવાની ધમકી આપી, ઘરમાંથી કાઢી મુકયાનો આરોપ પણ લગાવાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એક માસથી પોતાના િ5યર પોપટપરા ખાતે રહેતા પ્રજ્ઞાબેન સામંતભાઇ ગઢવીએ પોલીસ કમિશ્નરને રજુઆત કરતા જણાવ્યું હતું કે મારા પતિ સામંતભાઇ ગઢવીએ ત્રાસ ગુજાર્યા અંગેની અરજી મે મહિલા પોલીસને કર્યા બાદ તા. 5/5/2021ના રોજ હું મહિલા પોલીસ મથકે ગયેલી જયાં મારા પતિ પણ સાદા ડે્રસમાં સરકારી રીવોલ્વર સાથે હાજર હતા ત્યાં અમને બંનેને સમજાવવા પ્રયત્ન કરેલો જેમાં મે એવું જણાવ્યું હતું કે હું જે મકાનમાં રહેતી હતી

તે મકાન મને તથા મારા બે બાળકોને રહેવા માટે અપાય અને અગાઉ જેમ રૂા. 1પ000 દર મહિને આપવા થયેલી કબુલાત મુજબ થાય પરંતુ મારા પતિ સંમત થયા નહોતા. જયારે હું ફરીયાદ લખાવતી હતી ત્યારે મારા પતિ મારી પાછળ આવી બેસી ગયા હતા અને મને કહેલું કે તું કરજે એટલું, જેટલું તું સહન કરી શકે મને ધમકી આપતા હું પીઆઇ પાસે જતી હતી ત્યારે મને રસ્તામાં અટકાવી મારા પતિએ કહ્યું કે, સાંજ સુધીમાં તારા ભાઇ અશ્ર્વિનને ઉપાડી લઇશ તથા કેસમાં ફીટ કરાવી દઇશ

આ રીતે પોલીસ મથકની અંદર જ ધમકી આપી મેં હાજર સ્ટાફનું ધ્યાન દોયુ પણ કોઇ કાર્યવાહી ન થઇ જેથી મે પોલીસ કંટ્રોલને ફોન કરી જાણ કરી અને 181 હેલ્પલાઇનમાં પણ ફોન કર્યો પરંતુ જવાબદારીમાંથી ફેંકાફેંકી કરી, મે ડી.જી. કંટ્રોલમાં ફોન કરતા સરકારી વાહન આવી મને જંકશન સુધી મુકી ગયા હતા. તેણીએ વધુમાં કહ્યું કે, આ ગંભીર બનાવ પોલીસ મથકે બન્યો છતાં મારા પતિ પોલીસ કર્મચારી હોવાથી ત્વરીત કોઇ કાર્યવાહી કે ગુનો દાખલ કરાયો નથી.

મહિલા પોલીસ મથકમાં પણ મહિલાની સલામતી જોખમમાં આવી ગઇ છે. પ્રજ્ઞાબેને વધુમાં કહ્યું કે મે પોલીસ કમિશ્નરને રૂબરૂ રજુઆત કરી હતી. તા.5/5/2021ની અરજી દ્વારા પોલીસ મહાનિર્દેશક રૂબરૂ મુલાકાત આપી નહોતી જેથી આ અરજીની નકલ મુખ્યમંત્રીને મોકલાવી અધિકારીઓ રૂબરૂ મુલાકાત આવે તેવી વિનંતી કરી છે. પ્રજ્ઞાબેને ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં કહ્યું કે 17 વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા.

પ્રથમથી જ પતિ ત્રાસ આપતા, મારકુટ કરતા પરંતુ નાના બાળકો અને વડીલોની મર્યાદા સાથે તેઓ સહન કરતા પરંતુ હવે વાત જાનથી મારી નાખવા પર આવી ગઇ છે. મારા લમણે બંદુક તાકી ધમકી અપાઇ હતી અને પહેરેલા કપડે મારા 15 વર્ષના પુત્ર અને 10 વર્ષની દીકરી સાથે મને ઘરમાંથી કાઢી મુકવામાં આવતા મે ન્યાયની માંગણી કરી છે.

મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરાઇ
પ્રજ્ઞાબેન સામંતભાઇ ગઢવીએ પતિના ત્રાસ અંગે અને યોગ્ય કાર્યવાહી ન થવા અંગે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગૃહવિભાગના અગ્રસચિવ, ડીજીપી આશિષ ભાટીયા સહિતનાને રજુઆત કરી ન્યાય આપવામાં આવે અને કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.


Related News

Loading...
Advertisement