ગુજરાતમાં સાજા થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો : છેલ્લા 24 કલાકમાં નવા 11892 કેસ સામે 14737 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

08 May 2021 07:58 PM
Gujarat
  • ગુજરાતમાં સાજા થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો : છેલ્લા 24 કલાકમાં નવા 11892 કેસ સામે 14737 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

એક્ટિવ કેસ ઘટીને 143421 થયા : રિકવરી રેટ પણ વધીને 77.36 થયો : અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 518234 થઈ

રાજકોટઃ
ગુજરાતમાં સાજા થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે રાહતની વાત કહી શકાય. કારણ કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા લોકોની સંખ્યા વધતા અને નવા કેસો ઘટતા બેડની અછત દૂર થાય તેવી સંભાવનાઓ બધી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 11892 કેસ સામે 14737 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસ ઘટીને 143421 થયા અને રિકવરી રેટ પણ વધીને 77.36 થયો છે. અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 518234 થઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 119 દર્દીઓના મૃત્યુ છે. હાલ કુલ 782 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 142639 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 8273 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 669928 પર પહોંચ્યો છે. જેમાંથી 518234 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 3442, સુરત 1162, રાજકોટ 686, વડોદરા 1139, જામનગર 646, ભાવનગર 379, જૂનાગઢ 505, ગાંધીનગર 284, મહેસાણા 588, બનાસકાંઠા 280, પંચમહાલ 231, ગીર સોમનાથ 223, કચ્છ 189, દાહોદ 179, આણંદ 176, મહિસાગર 175, અરવલ્લી 171, પાટણ 155, અમરેલી 146, ખેડા - સાબરકાંઠા 139, ભરૂચ 131, નવસારી 121, વલસાડ 102, છોટાઉદેપુર 98, સુરેન્દ્રનગર 76, મોરબી 72, નર્મદા 67, દેવભૂમિ દ્વારકા 58, તાપી 49, પોરબંદર 46, બોટાદ 30, ડાંગ 8.


Related News

Loading...
Advertisement