ભાવનગર કોરોનાથી મોતનો આંકડો વધ્યો : આજે ૧૨ ના મૃત્યુ : નવા ૩૭૯ કેસ

08 May 2021 09:36 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગર કોરોનાથી મોતનો આંકડો વધ્યો : આજે ૧૨ ના મૃત્યુ : નવા ૩૭૯ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૬,૯૭૦ કેસો પૈકી ૪,૪૮૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર:
ભાવનગરમાં આજરોજ ૩૭૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૧૬,૯૭૦ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૯૦ પુરૂષ અને ૯૦ સ્ત્રી મળી કુલ ૨૮૦ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૫૬, ઘોઘા તાલુકામાં ૨૮, તળાજા તાલુકામાં ૧, મહુવા તાલુકામાં ૧, વલ્લભીપુર તાલુકામાં ૨, પાલીતાણા તાલુકામાં ૧, સિહોર તાલુકામાં ૨, ગારીયાધાર તાલુકામાં ૧, ઉમરાળા તાલુકામાં ૪ તેમજ જેસર તાલુકામાં ૩ કેસ મળી કુલ ૯૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ ગારીયાધાર તાલુકાનાં ખોડવદરી ગામ ખાતે રહેતા એક દર્દી, ભાવનગર તાલુકાનાં કરદેજ ગામ ખાતે રહેતા એક દર્દી, ઘોઘા તાલુકાનાં ભીકડા ગામ ખાતે રહેતા એક દર્દી, ઘોઘા તાલુકાનાં ઉખરલા ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા ખાતે રહેતા એક દર્દી, મહુવા ખાતે રહેતા એક દર્દી અને ગારીયાધાર ખાતે રહેતા એક દર્દી મળી કુલ ૧૨ દર્દીઓના મોત બાદ કુલ મૃત્યુઆંક ૨૨૬ થયો છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૯૭ અને તાલુકાઓમાં ૧૦૨ કેસ મળી કુલ ૩૯૯ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૧૬,૯૭૦ કેસ પૈકી હાલ ૪,૪૮૫ દર્દીઓ સારવાર હેઠળ છે.


Related News

Loading...
Advertisement