ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના ઘરમાં પાંચ મહિનામાં બીજી વખત શોક: ભાઈ પછી પિતાનું પણ નિધન

10 May 2021 09:58 AM
Bhavnagar Sports
  • ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના ઘરમાં પાંચ મહિનામાં બીજી વખત શોક: ભાઈ પછી પિતાનું પણ નિધન
  • ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના ઘરમાં પાંચ મહિનામાં બીજી વખત શોક: ભાઈ પછી પિતાનું પણ નિધન
  • ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના ઘરમાં પાંચ મહિનામાં બીજી વખત શોક: ભાઈ પછી પિતાનું પણ નિધન
  • ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના ઘરમાં પાંચ મહિનામાં બીજી વખત શોક: ભાઈ પછી પિતાનું પણ નિધન
  • ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના ઘરમાં પાંચ મહિનામાં બીજી વખત શોક: ભાઈ પછી પિતાનું પણ નિધન
  • ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના ઘરમાં પાંચ મહિનામાં બીજી વખત શોક: ભાઈ પછી પિતાનું પણ નિધન
  • ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના ઘરમાં પાંચ મહિનામાં બીજી વખત શોક: ભાઈ પછી પિતાનું પણ નિધન

આઈપીએલમાં પોતાની અલગ જ છાપ છોડનાર સાકરિયા પર તૂટ્યો દુ:ખનો પહાડ:ટૂર્નામેન્ટમાંથી પરત ફર્યા બાદ તુરંત જ પીપીઈ કિટ પહેરી પિતાનું મુખ જોવા પહોંચ્યો’તો ચેતન: કોરોનાગ્રસ્ત થયેલા કાજીનભાઈ સાકરિયાએ સર.ટી.હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ:આઈપીએલમાં થયેલી પસંદગીની ઉજવણી કરે તે પહેલાં જ પરિવારના બબ્બે મોભીના નિધનથી ભારે ગમગીની

ભાવનગર, તા.10

આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સના યુવા બોલર ચેતન સાકરિયા માટે છેલ્લા પાંચ મહિના અત્યંત ઉતાર-ચડાવયુક્ત રહ્યા છે. આ પાંચ મહિનામાં ચેતને સફળતા તો મેળવી પરંતુ ઘરના જ બે સભ્યોને પણ ગુમાવી દીધા છે. વર્ષની શરૂઆતમાં ચેતનના ભાઈએ આત્મહત્યા કરી લીધી હતી જે પછી ચેતન સાવ તૂટી ગયો હતો પરંતુ ત્યારપછીના મહિને એટલે કે ફેબ્રુઆરીમાં રાજસ્થાન રોયલ્સે તેને 1.2 કરોડ રૂપિયા ચૂકવી પોતાની ટીમમાં સમાવ્યો હતો. ચેતનની જિંદગી પાટા પર પરત ફરી જ રહી હતી કે ઘરમાં વધુ એક મરણ થતાં દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. હવે ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ સાકરિયા કોરોના સામે જંગ હારી જતાં તેમનું નિધન થયું છે.

પિતા હવે આ દુનિયામાં ન રહેતાં ઘરની તમામ જવાબદારી હવે ચેતનના ખભા પર આવી ગઈ છે. 23 વર્ષીય સાકરિયા આમ તો પહેલાંથી જ આ જવાબદારી નીભાવી રહ્યો છે પરંતુ અત્યાર સુધી તેને પિતા કાનજીભાઈનો પૂરતો સહકાર પણ મળી રહ્યો હતો. ચેતને પોતાની લાઈફમાં ઘણા કષ્ટ જોયા છે. તેના ઘરની આર્થિક હાલત અત્યાર સુધી સારી નહોતી. એક સમય હતો જ્યારે સાકરિયાના પિતા કાનજીભાઈ ટેમ્પો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા. જો કે બે વર્ષ પહેલાં તેમણે આ નોકરી છોડી દીધી હતી. ચેતનના ઘરમાં પાંચ વર્ષ પહેલાં સુધી ટીવી પણ નહોતી અને મેચ જોવા માટે તે પોતાના મીત્રને ઘેર જતો હતો.

જાન્યુઆરી મહિનામાં જ ચેતનના ભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. ભાઈના જવાનું દર્દ હજુ ઓછું નહોતું થયું કે પાંચ મહિના બાદ ચેતનના પિતાનું કોરોનાને કારણે નિધન થયું છે. કાનજીભાઈ સાકરિયા છેલ્લા થોડા દિવસોથી ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં તેમણે ગઈકાલે અંતિમ શ્ર્વાસ લીધા હતા. ચેતન સાકરિયાના પિતાની સારવાર આઈપીએલમાંથી મળેલા પૈસાથી કરવામાં આવી રહી હતી. ચેતન પરિવારમાં કમાનારો એક જ વ્યક્તિ હતો.

સાકરિયા જ્યારે આઈપીએલ રમી રહ્યો હતો ત્યારે તેને પિતા કોરોનાગ્રસ્ત થયાની જાણ થઈ હતી અને જાણ થતાંની સાથે જ તેણે તુરંત જ પૈસા ઘેર મોકલાવી દીધા હતા. એટલું જ નહીં આઈપીએલ ટળ્યા બાદ સાકરિયા જ્યારે ભાવનગર પહોંચ્યો તો સૌથી પહેલાં પિતાને જોવા હોસ્પિટલે પહોંચ્યો હતો અને દિવસનો મોટાભાગનો સમય તે હોસ્પિટલમાં જ પસાર કરી રહ્યો હતો.

 

 

SCA,, જયદેવ નડકટ, જોફ્રા આર્ચર સહિતનાએ પાઠવી શ્રદ્ધાંજલિ: ટીમ રાજસ્થાને કહ્યું, દરેક મદદ કરશું

ક્રિકેટર ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ સાકરિયાનું કોરોનાને કારણે નિધન થતાં સૌરાષ્ટ્ર જ નહીં બલ્કે દેશના ક્રિકેટજગતમાં શોક વ્યાપી જવા પામ્યો છે. દરમિયાન ટીમ સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર અને આ વખતે આઈપીએલ નહીં રમી શકનાર જોફ્રા આર્ચર સહિતના ખેલાડીઓએ સાકરિયાના પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તો દુ:ખની આ ઘડીને સહન કરવાની ચેતનને હિંમત મળે તેવી કામના કરી હતી. બીજી બાજુ ચેતનની આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સે પણ ટવીટ કરીને ચેતનને દરેક પ્રકારની મદદ કરવાની જાહેરાત કરી છે.

જ્યારે ચેતને માતાને ફોન કરીને કહ્યું’તું, ‘મમ્મી આપણે કરોડપતિ બની ગયા’

પહેલી જ વખત આઈપીએલમાં પસંદગી પામેલા ચેતન સાકરિયાએ આ મુકામ સુધી પહોંચવામાં કલ્પના ન કરી શકાય એટલી મહેનત કરી હતી અને તેની આ મહેનત રંગ પણ લાવી હતી જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમે 20 લાખની બેઈઝ પ્રાઈઝ ધરાવતાં ચેતન સાકરિયાને 1.20 કરોડ ચૂકવી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હરાજીમાં પોતાને 1.20 કરોડ રૂપિયામાં ખરીદયો છે તેની જાણ થતાં જ ચેતને પહેલો ફોન માતાને કરીને કહ્યું હતું કે ‘મમ્મી હવે આપણે કરોડપતિ બની ગયા છીએ.’ આ સાંભળી ચેતનના માતા અને પિતાની ખુશીનો પાર રહ્યો નહોતો.

 

 


Related News

Loading...
Advertisement