સોની ટીવી પર ફરી બીગ બીના ‘કૌન બનેગા કરોડપતિ-13’નું આગમન

10 May 2021 10:48 AM
Entertainment
  • સોની ટીવી પર ફરી બીગ બીના ‘કૌન બનેગા કરોડપતિ-13’નું આગમન

અમિતાભ સામે હોટ સીટમાં બેસવા 10 મે થી રજીસ્ટ્રેશન

મુંબઈ:
હાલ દેશ કોરોના વાઈરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. ત્યારે ટીવી દર્શકો માટે સોની ટીવીનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ સીઝન-13 લઈને અમિતાભ બચ્ચન ફરી આવી રહ્યા છે. કેબીસીની નવી સીઝનનું રજીસ્ટ્રેશન 10મી મેથી શરૂ થઈ રહ્યું છે.લોકોને રજીસ્ટ્રેશન માટે અપીલ કરતો અમિતાભ બચ્ચનનો 20 સેક્ધડનો વિડીયો જાહેર થયો છે જેમાં બીગબી કહે છે કોશીશો દ્વારા આપ આપના સપનાને કેવી રીતે હકીકતમાં ફેરવી શકો છો. અમિતાભ પોતાની સ્ટાઈલમાં બોલે છે- આપકે ઔર આપકે સપનોં કે બીચ કા ફાસલા કિતના હૈ? તીન અક્ષરોં કા- કોશિશ. તો અપને સપને સાકાર કરને કે લિયે ઉઠાઈયે ફોન ઔર હો જાઈએ તૈયાર, કયુંકી 10 મે સે શુરુ હો રહે હૈ મેરે સવાલ ઔર આપકે કેબીસી-13 કે રજીસ્ટ્રેશન. હોટ સીટ ઔર મેં ઈંતઝાર કર રહે હૈ આપકા, આપ ભી બસ તૈયાર હો જાયે.


સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગત વર્ષે બનાવેલ વિડીયો ફૂટેજ પર અમિતાભ બચ્ચને પોતાના ઘેરથી વોઈસ ઓવર આપેલો. હાલ કોરોનાની બીજી લહેરના કારણે શુટીંગ બંધ હોઈ, ટીમ નવો પ્રોમો નહોતી બનાવી શકી.કેબીસીની હોટ સીટ પર બેસવાનું સપનું જોનાર દર્શક સોની લાઈવ વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે, આ સિવાય આઈવીઆર અને એસએમએસથી પણ ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે. રજીસ્ટ્રેશન પુરુ થયાની જાણકારી ઈ-મેલ અથવા એસએમએસથી મોકલાશે ત્યારબાદ કેબીસીની ટીમ ઉમેદવારોને શોર્ટ લીસ્ટ કરશે, તેના માટે અલગ અલગ શહેરોમાં ઓડીશન કરાશે. ઉમેદવારોનો વિડીયો ટેસ્ટ લેવાશે.


Related News

Loading...
Advertisement