ઈઝરાયલના લોકોએ કર્યા ‘ૐ નમ: શિવાય’ના જાપ: ભારત માટે કરી પ્રાર્થના

10 May 2021 10:55 AM
Top News World
  • ઈઝરાયલના લોકોએ કર્યા ‘ૐ નમ: શિવાય’ના જાપ: ભારત માટે કરી પ્રાર્થના

સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ

નવીદિલ્હી, તા.10
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઘટવાનું નામ લઈ રહ્યો નથી. છેલ્લા અમુક દિવસોથી દરરોજ ત્રણથી ચાર લાખ કેસ ભારતમાં સામે આવી રહ્યા છે. દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે અને દરેક વ્યક્તિ પોતપોતાના સ્તરે આ મુશ્કેલ ઘડીમાં મદદ કરવાની કોશિશ કરી રહી છે. દરમિયાન અનેક દેશોએ પણ ભારતની મદદ કરવા માટે હાથ આગળ કર્યો છે. આ બધાની વચ્ચે ઈઝરાયલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ એકઠા થઈને ‘ૐ નમ: શિવાય’નો જાપ કરતાં જોવા મળી રહ્યા છે. ઈઝરાયલના લોકો આ વીડિયોના સહારે ભારત માટે પ્રાર્થના કરી રહ્યા છે.


આ વીડિયોને પવન પાલે પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ઉપર શેયર કર્યો છે. તે ઈઝરાયલમાં ભારતના રાજદૂત છે અને ઈન્ડિયન ફોરેન સર્વિસ 2017ના પાસઆઉય છે. પવને આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે જ્યારે તમારા માટે આખું ઈઝરાયલ એકઠું થ,ને આશાની એક કિરણ બની જાય..


ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને ભારતના લોકોનું એક આધ્યાત્મિક કનેક્શન પણ છે. ઈઝરાયલના અનેક યુવા દર વર્ષે ભારત આવે છે અને હિમાચલ પ્રદેશમાં કસૌલ, કાલગા, મલાના જેવી જગ્યાઓ પર રોકાય છે. એવું પણ મનાય છે કે ઈઝરાયલમાં ત્રણ વર્ષની મિલિટ્રી ટ્રેનિંગ બાદ શાંતિની ક્ષણ વીતાવવા માટે એ લોકો ભારતના પહાડોમાં આવી જાય છે.


Related News

Loading...
Advertisement