મંગળ ગ્રહ પર જીવનની આશા જાગી, સપાટી નીચે તરલ પાણીના પુરાવા મળ્યા

10 May 2021 11:11 AM
Top News World
  • મંગળ ગ્રહ પર જીવનની આશા જાગી,
સપાટી નીચે તરલ પાણીના પુરાવા મળ્યા

પૃથ્વીના ગ્લેશિયરવાળા વિસ્તારોની જવાળામુખીની ઘટનાઓ જેવા વિસ્તારો મંગળ ગ્રહમાં મળ્યા

વોશીંગ્ટન તા.10
મંગળ પર જીવનની ખોજ માનવી અનેક વર્ષોથી કરતો આવ્યો છે.હાલના જ અધ્યયનમાં એવા સંકેત મળ્યા છે, જેનાથી એ સાબિત થાય છે કે મંગળ ગ્રહ પર જીવનની આશા વધી ગઈ છે.વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે મંગળ ગ્રહ પર હવે ભુગર્ભીય જવાળામુખીઓ સક્રિય થતા જાય છે. મંગળ ગ્રહમાં આ પરિવર્તનના કારણે વૈજ્ઞાનિકો ત્યાં જીવનની આશા રાખી રહ્યા છે.મંગળ પર જીવનની યોજના છેલ્લા કેટલાંક વર્ષોમાં દુનિયાનાં અનેક દેશોએ પોતાના અભિયાન ચલાવ્યા છે. અમેરીકામાં તો નાસા સિવાય ખાનગી ક્ષેત્ર પણ મંગળ પર જવાની ગંભીરતાથી તૈયારી કરી રહ્યા છે.


હાલમા મંગળ ગ્રહનાં બારામાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. લાલ ગ્રહ પર જવાળામુખીની ગતિવિધીના પ્રમાણ મળ્યા છે. આટલુ જ નહિં અહી સપાટીની નીચે તરલ પાણી હોવાના પ્રમાણ પણ મળ્યા છે. મંગળ એક ઠંડી જગ્યા છે.બે વર્ષ પહેલા એક સંશોધનપત્રમાં જાણવા મળ્યુ હતું કે પાણીના તરલ રહેવા માટે સપાટીની નીચે આંતરીક ગરમી ખુબ જ જરૂરી છે. આઈસલેન્ડના ગ્લેશીયરવાળા જવાળામુખી વિસ્તારોમાં એકસ્ટ્રીમોફાઈલ બેકટેરીયા વિકસે છે. એરીઝોના યુનિ.અને પ્લેનેટરી સાવન્સ, ઈન્સ્ટીટયુટના ખગોળવિંદ ડેવીડ હોવાર્થનું કહેવુ છે

કે મંગળની સપાટી પર અત્યાર સુધીમાં શોધવામાં આવેલ સૌથી યુવા જવાળામુખી હોઈ શકે છે. આ નવા અધ્યયનમાં મંગળની સપાટી પરના જવાલામુખી લક્ષણોનાં અભ્યાસથી જાણવા મળે છે કે ઈલિશિયપ પ્લેનિટીયા પર જમા લાવા હાલમાં જ જમા હતો અને આ સમય 50 હજાર વર્ષ પહેલાનો જ છે. ભુગર્ભીય સમયનાં પ્રમાણમાં આ એક ખુબ ઓછો સમય છે.તેનો અર્થ એ છે મંગળ હાલમાં જ એક આવાસીય ગૃહ હતો.કારણ કે આ વિસ્તારનો ભાગ પૃથ્વીના આઈસજડ જેવા ગ્લેશીયર વાળા વિસ્તારોની જવાલામુખીની ઘટનાઓ જેવા જ છે.

મંગળ પર હેલિકોપ્ટરની ઉડાનમાં ગ્રહની હવાનો સંભળાતો ગણગણાટ!
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ પોતાના મિની હેલીકોપ્ટર ઈન્જીન્યુઈટીના મંગળની સપાટી પર ઉડાન ભર્યાનો ઓડીયો અને વિડીયો જાહેર કર્યો છે. હેલીકોપ્ટરે પાંચમી ટેસ્ટ ફલાઈટને વન વે ટ્રીપથી પૂરી કરી છે. આ દરમિયાન તેણે 10 મીટર ઉંચાઈ સુધીની ઉડાન ભરી હતી. ફલાઈટ ટેસ્ટનો આ ઓડીયો-વિડીયો રોબોટીક પાર્ટનર પરસિવરેંસ રોવરે એક ફૂટબોલ ફીલ્ડની દૂરીથી રેકોર્ડ કર્યો હતો. ઓડીયોની સાથે આ વિડીયોમાં મંગળની હવાની કોમલ અને ગણગણાટ ભર્યો અવાજ સાંભળી શકાય છે.


Related News

Loading...
Advertisement