બે દિવસ બાદ આજે પેટ્રોલ-ડીઝલ મોંઘુ

10 May 2021 11:12 AM
India Top News
  • બે દિવસ બાદ આજે પેટ્રોલ-ડીઝલ મોંઘુ

25 પૈસા પેટ્રોલ-36 પૈસાના ડીઝલમાં વધારાથી જનતાના આર્થિક બોજમાં વધારો

રાજકોટ તા.10
વૈશ્વિક બજારોમાં ક્રૂડ બેરલની કિંમતોમાં વધારો થતાં દેશભરમાં ઈંધણના ભાવો સતત વધી રહ્યા છે. બે દિવસ ભાવો સ્થિર રહ્યા બાદ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો નોંધાયો છે. આજે 25 પૈસા પેટ્રોલ અને 36 પૈસા ડીઝલ વધુ મોંઘુ થયુ છે.ગત બે દિવસથી ભાવોમાં સ્થિરતા બાદ આજે 25 પૈસાના વધારા સાથે રૂા.88.39 પેટ્રોલ અને 36 પૈસાના વધારા સાથે રૂા.88.15 ડીઝલ (રાજકોટ શહેર) વેચાણમાં છે.ગત એપ્રિલ તા.15 થી તા.3જી મે સુધીમાં પેટ્રોલ-ડીઝલમાં સ્થિરતા બાદ સરકાર અને ઓઈલ કંપનીઓએ કિંમતોમાં વધારો કર્યો છે. હાલ કોરોનાની લહેરમાં ધંધા-રોજગારને મોટી અસર પડી છે. લોકડાઉનના કડક નિયંત્રણો સાથે મધ્યમ અને ગરીબ વર્ગ મોટી આર્થિક સંકડામણ અનુભવે છે. ત્યારે સરકાર અને ઓઈલ કંપનીઓ રાહત આપવાના બદલે ભાવ વધારતા આમ જનતાનાં આર્થિક બોજમાં વધારો થવા લાગ્યો છે.


Related News

Loading...
Advertisement