આ દ્રશ્ય દેશને હચમચાવી નાખનાર છે

10 May 2021 11:16 AM
India Top News
  • આ દ્રશ્ય દેશને હચમચાવી નાખનાર છે

કોરોનાની બીજી લહેરે કારમા દ્રશ્યો દેખાડયા છે. હોસ્પીટલોમાં તો ઠીક સ્મશાનોમાં પણ અંતિમ ક્રિયામાં લાઈનના દ્રશ્યો આઝાદી બાદ નથી જોવા મળ્યા. ગરીબથી માંડીને અમીર અને વગદાર લોકો પણ ઓકસીજન માટે ફાંફા મારતા જોવા મળ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ઉપરોક્ત તસ્વીર જેવા દ્રશ્યો સામાન્ય થઈ પડયા છે. વિશ્ર્વમાં ભારત ત્રીજો એવો દેશ છે જયાં કોરોનાથી રોજના મોતનો આંકડો ચાર હજારને પાર કરી ગયો હોય. ગઈકાલે સૌથી વધુ 4092 દર્દીઓના મોત થયા છે. તસ્વીરમાં પરિજનના મોત પર વિલાપ કરતી મહિલા જોવા મળે છે.


Related News

Loading...
Advertisement