પરિણામ લાવે તેવી ટીમને જવાબદારી સોંપો: સંઘ-ભાજપમાંથી માંગ

10 May 2021 11:25 AM
India Politics
  • પરિણામ લાવે તેવી ટીમને જવાબદારી સોંપો: સંઘ-ભાજપમાંથી માંગ

ધ લાન્સેટ- ધ ટાઈમ સહિતના મેગેઝીનોની ટીકાનો પડઘો : પરીસ્થિતિ અણધારી પણ સરકાર તેનું આંકલન કરવામાં નિષ્ફળ: માર્ચ માસથી જ ચેતવણી મળી ગઈ હતી : ભાષણ પે રાશન નહી હો શકતા જેવી સ્થિતિ: સરકારના પગલામાં લોકોને વધુ વિશ્ર્વાસ આપવો જરૂરી હતો : દેશનો દરેક પરિવાર ભયભીત: દરેકે કોઈને કોઈ ગુમાવ્યા છે: નિર્ણયોના કેન્દ્રીયકરણથી સ્થિતિ બગડી

નવી દિલ્હી: વિશ્ર્વના સૌથી જાણીતા મેડીકલ જર્નલ ‘ધ લાન્સેટ’ દ્વારા તેના સંપાદકીયમાં ભારતમાં કોરોનાના ફેલાવા અને મોટી સંખ્યામાં મોત માટે મોદી સરકારને સીધી જવાબદાર ગણાવીને દેશ વિદેશમાં સનસનાટી મચાવી છે. કોરોનામાં ચીન સીવાય કોઈ દેશના શાસકની વિશ્ર્વના આ પ્રસિદ્ધ મેગેઝીનમાં ટીકા થઈ નથી અને ભારતે પ્રથમ તબકકામાં જે સફળતા મેળવી હતી તેને બીજી લહેરમાં ખુદે જ ધોઈ નાખી છે તેવું લખ્યું છે. અત્યંત કડક ભાષામાં આ આલોચનાથી હવે ફકત વિપક્ષ જ નહી ભાજપ અને સંઘ પરિવારમાં તેના ગંભીર પડઘા પડયા છે અને 2014 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે કેન્દ્રની મોદી સરકારના સીનીયર મંત્રીઓ તથા ભાજપના પદાધિકારીઓ હવે રક્ષણાત્મક બચાવ કે ડિફેન્સીવ સ્થિતિમાં આવી ગયા છે. દેશમાં કોરોનાનો ભય હવે લગભગ દરેક પરિવારને અસર કરી ગયા છે અને સંઘપરિવારમાં પણ હવે કશુંક નકકર થવું જોઈએ તેવી લાગણી વ્યક્ત થઈ છે. દેશના કરોડો લોકોને આટલા લાચાર કદી જોવા મળ્યા નથી અને તેમ છતાં સરકારના કામકાજમાં ભાગ્યે જ કોઈ ફેરફાર નોંધાયો નથી અને હવે સરકારને સીધો સંદેશ મોકલાયો છે કે જે પરિણામ લાવી શકે તેવી ટીમ ને હવે જવાબદારી સોંપવી જરૂરી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જયારે જયારે કોરોના સંબંધમાં મુખ્યમંત્રીઓ તથા નિષ્ણાંત ગ્રુપને સંબંધીત કરે છે તે પછી ટવીટર પર સરકારની વ્યાપક ટીકાઓના ટવીટ થાય છે અને તેમાં ઓકસીજનની તંગી એ તો દેશવાસીઓને હચમચાવી દીધો છે. ખુદ સરકાર કહે છે કે ઓકસીજનની તંગી નથી પણ તે પહોંચાડવાની વ્યવસ્થા છે. દેશની હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટ પણ આ મુદે સરકારને વધુને વધુ ભીસમાં મુકી રહી છે તે વાસ્તવિકતા છે કે બીજી લહેર આટલી ઘાતક હશે તે ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હતી પણ ફેબ્રુઆરીના અધ્યક્ષ અને માર્ચથી ચેતવણી મળવા લાગી હતી અને કોરોનાના આ નવા ડબલ મ્યુટેશન ધરાવતા વેરીએન્ટમાં ઓકસીજન એ મહત્વનું બની રહેશે તેવા સંકેત મળી ગયા હતા અને સમગ્ર સરકાર અને પક્ષ પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવામાં જ વ્યસ્ત બની ગઈ હતી. એક કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર્યુ કે અમો એકપણ વખત લોકોને એ વિશ્ર્વાસ આપી શકયા નહી કે અમો તમારી સાથે છીએ.


આ મંત્રીએ કહ્યું કે કયારેક અનઅપેક્ષિત સ્થિત બની જાય છે કે જયારે દરેક આયોજનો ટુંકા પડે કે નિષ્ફળ જતા હોય છે. જો કે આ સ્થિતિ માટે લોકો પણ જવાબદાર છે અને સરકારને બદનામ કરવાના આ પ્રયાસ થયા છે પણ આ તમામ અટકાવી શકાયું હોત. માર્ચના અંતથી પરીસ્થિતિની ચિંતા જોવા મળી હતી તો સફળ લોકડાઉન એ વિકલ્પ હતો. લોકો આપોઆપ સંયમમાં આવી ગયા હોત અને કોરોના પણ કંટ્રોલમાં આવી ગયો હોત. લોકોને વિશ્ર્વાસ બેસે તેવા વધુ પગલાથી આવશ્યકતા હતી. દલીલ એવી થાય છે કે જે લોકો ગત વર્ષ લોકડાઉનનો વિરોધ કરતા હતા તે હવે લોકડાઉન માંગતા હતા.


જેઓ વેકસીન ખુલ્લા બજારમાં મુકવાનો વિરોધ કરતા હતા તેઓ હવે વેકસીન કેન્દ્ર હાથમાં લે તેવી માંગણી કરતા હતા પણ આ બધું દરેક દેશમાં હોય છે. વાસ્તવમાં કુટુંબમાં કોઈ વ્યક્તિની આ પ્રકારે વિદાયથી લોકોનો આક્રોશ છે. તમારા ભાષણ લોકોને માથે વાગતા હતા. લોકોને પરિણામ જોઈએ. ભાષણ નહી. ઉપરાંત કેન્દ્રીય નિર્ણય પદ્ધતિ એ પણ આ સમયે સૌથી મોટુ વિધ્ન બની ગઈ. પીએમમાં જ દેશ કેન્દ્રીય થઈ ગયો છે. સરકારના સિનીયર શૈક્ષણિક સલાહકારો પણ બીજો વેવ આવી રહ્યો છે તે પારખી શકયા નહી અને હવે ત્રીજા વેવની વાતો અગાઉથી શરુ કરી દીધી છે. સરકારમાં દરેક સમયે અને તબકકે જવાબદારી નિશ્ર્ચિત થવી જોઈએ. તા.4થી15 એપ્રિલ વચ્ચે કોરોનાની સ્પીડ વધી હતી અને તેમ છતાં પશ્ર્ચીમ બંગાળ અને અન્ય રાજયોમાં રેલીઓ, સભાઓ થતી રહી હતી.


Related News

Loading...
Advertisement