અમેરીકાની સૌથી મોટી પાઇપ લાઇન પર સાયબર હૂમલો : બે લાખ ડોલરની માંગ

10 May 2021 11:28 AM
World
  • અમેરીકાની સૌથી મોટી પાઇપ લાઇન પર સાયબર હૂમલો : બે લાખ ડોલરની માંગ

ડાર્કસાઇડ સાયબર ચાંચીયાઓ દ્વારા પૂર્વ અમેરીકાનું પેટ્રોલ-ડીઝલ તથા ગેસોલીનની પાઇપ લાઇન ઠપ્પ કરવામાં આવી : જો વિલંબ થશે તો ખંડણીની રકમ ડબલ થઇ જવાની ચેતવણી

વોશિંગ્ટન તા.10
અમરેકીમામાં અત્યાર સુધીના એક સૌથી મોટા સાયબર હુમલામાં દેશની ક્રૂડ ઓઇલ વહન કરતી પાઇપ લાઇનને સાયબર અટેકથી ઠપ્પ કરી દેવામાં આવી છે. અમેરીકાના પૂર્વીય ક્ષેત્રમાં ડીઝલ, ગેસોલીન તથા જેટફયુલની 4પ ટકા સપ્લાય કરતી પાઇપ લાઇન સંપૂર્ણપણે ઓફ લાઇન થઇ ગઇ છે અને સાયબર એટેક દ્વારા આ જંગી રકમની માંગણી કરવામાં આવી છે. અમેરીકાના પ્રમુખ જો બાઇડને ઇમરજન્સી જાહેર કરીને માર્ગ મારફત ફયુલનો જથ્થો પહોંચાડવા માટે આદેશ આપ્યો છે અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની તમામ રજાઓ રદ કરીને દેશભરમાં પુરવઠો જળવાઇ રહે તે જોવા જણાવાયું છે. અમેરીકાના અલબામાંથી લઇને વર્જીનીયા સુધીના જેમાં ન્યુયોર્ક જેવા મહત્વના રાજયોનો પણ સમાવેશ થાય છે. તેની ફયુઅલ સપ્લાય પર મોટી અસર પડી છે અને તેના પરિણામે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ તેલ મોંઘુ થઇ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડાર્કસાઇડ નામની સાયબર ક્રિમીનલ ગેંગ દ્વારા આ હૂમલો કરવામાં આવ્યો છે અને આ પાઇપ લાઇનના 100 જીબી ડેટા બાનમાં લઇ લેવામાં આવ્યા છે અને તેનાથી કોમ્પ્યુટર પર સર્વર લોક થઇ ગયા છે અને મોટી રકમની માંગણી કરવામાં આવી છે. અને જો તે સ્વીકારવામાં ન આવે તો ઇન્ટરનેટના માળખા ઉપર પણ હૂમલો કરવાની ધમકી આપવામાં આવી છે. અમેરીકાના સાયબર સુરક્ષા વિભાગ દ્વારા આ એટેકને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને રેન્જમવેર દ્વારા કરાયેલી માંગણીમાં હાલ બે લાખ ડોલરની માંગણી કરવામાં આવી છે અને જો તે તાત્કાલીક માંગવામાં નહી આવે તો રકમ 4 લાખ ડોલર થઇ જશે તેવી ધમકી આપવામાં આવી છે. અને એક વખત પેમેન્ટ થઇ ગયા બાદ આ સાયબર નેટવર્ક ખોલવામાં આવશે તેવુ પણ જણાવાયુ છે.


Related News

Loading...
Advertisement