ગામડામાં પ્રકૃતિની ગોદમાં રહેતા લોકોની તુલનામાં શહેરમાં વસતા નાગરિકોમાં મનોરોગનુ વધુ જોખમ

10 May 2021 11:31 AM
Health World
  • ગામડામાં પ્રકૃતિની ગોદમાં રહેતા લોકોની તુલનામાં શહેરમાં વસતા નાગરિકોમાં મનોરોગનુ વધુ જોખમ

બ્રિટનના સંશોધકોનાં અધ્યયનમાં ચોંકાવનારો ખુલાસો : શહેરનું ભાગદોડભર્યું જીવન ખતરનાક: સંશોધકો

લંડન તા.10
શહેરોમાં સુખ-સુવિધા અપાર છે પણ તેની સાથે ભાગમભાગ અને તનાવ પણ એટલો છે.પરીણામે શહેરી લોકોમાં મનોરોગનું પ્રમાણ પણ વધુ છે. જો આપને ગામની હરીયાળીના બદલે શહેરોની ભાગદોડ પસંદ છે તો તે ખતરનાક હોઈ શકે છે.એક સંશોધનમાં જણાવાયું છે કે આવા લોકોમાં મનોરોગની સંભાવના વધી જાય છે. સંશોધકોનું માનવુ છે કે જે લોકોમાં ગામડાનાં કુવાના પાણીનાં બદલે શહેરનું કલોરિનયુકત પાણી પીવાની આદત છે. વૃક્ષની છાયા કરતા વાઈફાઈ ટાવર પસંદ છે તેમનામાં મનોરોગની સમસ્યા પેદા થઈ શકે છે. આવા લોકો જેમને શહેરમાં રહેવુ વધુ ગમે છે તેવા લોકો ડાર્ક વ્યકિતત્વવાળા હોય છે. સંશોધકો માને છે કે જેઓ પ્રકૃતિની ગોદમાં રહે છે તેમનુ માનસીક સ્વાસ્થ્ય સારૂ રહે છે.


ડર્બી વિશ્ર્વ વિદ્યાલયના મનોવૈજ્ઞાનિકો દ્વારા બ્રિટનના 500 થી વધુ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.જેમાં લોકોને પૂછવામાં આવ્યુ હતું કે તેઓ કયાં રહેવાનું પસંદ કરશે.ગામ, ઉપનગર કે શહેરમાં સાથે સાથે તેમનાં વ્યકિતત્વ અને પ્રકૃતિ સંબંધીત પણ કેટલાંક સવાલો પૂછવામાં આવ્યા હતા. સંશોધનનાં મુખ્ય લેખક ડીન ફીદોનું કહેવુ છે કે પ્રકૃતિ અને મનોરોગી વચ્ચે એક ખાસ પ્રકારનો સંબંધ જોવામાં આવ્યો છે. તેમનું કહેવુ છે કે કોઈપણ મનોરોગી હોય છે. પણ તેનું સ્વરૂપ વ્યકિત અનુસાર બદલાય છે.


Related News

Loading...
Advertisement