શેરપાએ પોતાનો જ રેકોર્ડ તોડયો : 25મી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું

10 May 2021 11:37 AM
Off-beat World
  • શેરપાએ પોતાનો જ રેકોર્ડ તોડયો : 25મી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું

નેપાળની 52 વર્ષની પર્વતારોહકની સિદ્ધિ

કાઠમંડુ તા.10
નેપાળના 52 વર્ષીય પર્વતારોહકે 25મી વાર દુનિયાના સૌથી ઉંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરી રેકોર્ડ સર્જયો હતો. તેમણે માઉન્ટ એવરેસ્ટ પર સૌથી વધુ વાર ચડવાનો પોતાનો જ રેકોર્ડ તોડયો હતો. પર્વતારોહણના આ અભિયાનનું આયોજન કરનાર ‘સેવન સમીટ ટ્રેકસ’ના અધ્યક્ષ મિંગમાં શેરપા એ જણાવ્યું હતું કે કામી રીતા શેરપાએ 11 અન્ય શેરપાનું નેતૃત્વ કરીને આ અભિયાનની શરુઆત કરી હતી. આ દળ શુક્રવારે સાંજે સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયું હતું. કામી વર્ષ 2019માં 24મી વાર માઉન્ટ પર પહોંચ્યા હતા. આ વર્ષે તેમણે એક મહિનામાં બે વાર તેમાં સફળતા મેળવી હતી. કામીએ મે 1994માં પહેલીવાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યુ હતું. 1994 થી 2021 દરમિયાન તે 25 વાર માઉન્ટ એવરેસ્ટ પહોંચ્યો હતો. તેમણે કે-2 અને માઉન્ટ લ્હોત્સે પર એક-એક વાર, માઉન્ટ મનાસબુ પર ત્રણ વાર અને માઉન્ડ ચો ઓયુ આઠ સર કર્યા હતા.


Related News

Loading...
Advertisement