આસામના મુખ્યમંત્રી તરીકે હેમંતા શર્માના શપથ: બંગાળમાં મમતાના મંત્રીઓના શપથ

10 May 2021 11:47 AM
India Politics
  • આસામના મુખ્યમંત્રી તરીકે હેમંતા શર્માના શપથ: બંગાળમાં મમતાના મંત્રીઓના શપથ

નવીદિલ્હી, તા.10
તાજેતરમાં જ સંપન્ન થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ ચાર રાજ્યોમાં મુખ્યમંત્રી પસંદ થઈ ગયા હતા પરંતુ આસામમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપમાં જબરી ગડમથલ સર્જાઈ હતી. જો કે હવે તે પણ દૂર થઈ ગઈ છે અને મુખ્યમંત્રીનો તાજ 15 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ભાજપમાં ભળષલા હેમંતા શર્માના શીરે સોંપવામાં આવ્યો છે. તેઓ સર્વાનંદ સોનોવાલની જગ્યાએ મુખ્યમંત્રીનું પદ શોભાવશે અને આજે તેમનો શપથગ્રહણ સમારોહ યોજાશે. બીજી બાજુ પશ્ર્ચિમ બંગાળમાં પણ આજે મમતા બેનરજીનું કેબિનેટ મંત્રીમંડળ બનાવવામાં આવશે અને તેમાં 43 નેતાઓનો સમાવેશ થાય તેવી સંભાવના છે.તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ સંભાવના વ્યક્ત કરી કે 19 રાજ્યમંત્રીઓ સહિત કુલ 43 મંત્રીઓના શપથ લેવાય તેવી શક્યતા છે. મંત્રીઓમાં અમિત મિત્રાને પણ જગ્યા મળવાની સંભાવના છે. તેઓ નાણામંત્રી હતા પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે ચૂંટણીમાં ઉતર્યા નહોતા. આ ઉપરાંત સુબ્રત મુખર્જી, પાર્થ ચેટજી, ફરહાદ હાકિમ, જ્યોતિ પ્રિયા મલિક, મોલોય ઘટક, અરુપ બિશ્ર્વાસ, ડો.શશી પંજા અને જાવેદ અહેમદ ખાનને કેબિનેટ મંત્રી બનાવવામં આવી શકે છે. એકંદરે 24 જેટલા નેતાઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. જ્યારે નવા ચહેરાઓમાં હુમાયુ કબીર, મનોજ તિવારી અને સિઉલી સાહા મંત્રી બનાવવામાં આવી શકે છે.

Related News

Loading...
Advertisement