તુલસીશ્યામ જગ્યાના મહંતશ્રી બાલકૃષ્ણબાપુ 101 વર્ષની વયે બ્રહ્મલીન : અનુયાયીઓમાં શોક

10 May 2021 12:00 PM
Dharmik
  • તુલસીશ્યામ જગ્યાના મહંતશ્રી બાલકૃષ્ણબાપુ
101 વર્ષની વયે બ્રહ્મલીન : અનુયાયીઓમાં શોક

સુપ્રસિદ્ધ તુલસીશ્યામ જગ્યાના મહંત શ્રી બાલકૃષ્ણ બાપુ . 101 વર્ષે બ્રહ્મલીન મધ્ય ગીરમાં આવેલા અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જગ્યા તુલસીશ્યામ ખાતે વર્ષો સુધી મહંત તરીકે બાલકૃષ્ણ બાપુ શ્યામ ભગવાન ની સેવા કરતા હતા. તુલસીશ્યામ ની જગ્યા એટલે સમગ્ર બાબરીયાવાડ નું આસ્થાનું કેન્દ્ર જગ્યાના મહંત પણ બાલકૃષ્ણ બાપુ સમગ્ર લોકોના દિલમાં હતા અને કાટકડા સીતારામ આશ્રમ ખાતે એકાંતમાં શ્યામના અર્ચના કરવા સંજીવની હનુમાન સ્થાપના કરી પૂજા અર્ચના કરતા હતા જેનું આજે વહેલી સવારે નિધન થતા આ સમાચાર વાયુવેગે જ બાબરીયાવાડ નાઘેર ગોહિલવાડ પાંચાળ અને દેશભર શ્યામ સેવકોમાં ભારે દુ:ખ ની લાગણી ઉદ્ભવી હતી.


બાલકૃષ્ણ બાપુ ની ઉંમર 101 વર્ષની હતી શરૂઆતમાં બાલકૃષ્ણ બાપુ રાજુલાના રામપરા બાગ ડેડાણ ગામ ભગવાનના મંદિર વર્ષો સુધી શ્યામ ની અર્ચના કરી હતી તુલસીશ્યામ ખાતે કોઈપણ શ્યામ સેવ કરોડપતિ હોય કે મજુર કે દાન વીર હોય બાલકૃષ્ણ બાપુ સર્વને ભેદભાવ વિના આવકાર થી બોલાવતા હતા જેના માટે બાપુ લોકપ્રિયતા ખુદ મોરારીબાપુ પણ પોતાની કથામાં તુલસીશ્યામના બાલ કૃષ્ણ બાપુ ને યાદ કરી બાલકૃષ્ણ બાપુને પ્રિય ગીત તુમને પિયા ને યાદ કરતા હતા બાપુને તેમની કથામાં અનેક વાર યાદ કરતા હતા અને આસ્થાનું કેન્દ્ર હતા તેનું અવસાન કાટકડા થતા તેનો અંતિમ ક્રિયા પણ કાકડા આશ્રમ ખાતે બપોર પછી કરવામાં આવશે આ સમાચારથી મુંબઈ અન્ય રાજ્યોમાં સમાજ સેવકો બા બાબરીયાવાડ માં ભારે શોકની લાગણી ઉદભવી શે હજી બે દિવસ પહેલા તુલસીશ્યામના ટ્રસ્ટી પ્રતાપભાઈનું અવસાન થયું હતું તા ત્યાં આજે બાલકૃષ્ણ બાપુને કાઠી ક્ષત્રિય સમાજ ગુરુ તરીકે માનતા હતા.


Related News

Loading...
Advertisement