જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં 48 કલાકમાં 148 દર્દીના મૃત્યુ

10 May 2021 02:11 PM
Jamnagar Saurashtra
  • જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં 48 કલાકમાં 148 દર્દીના મૃત્યુ

જામનગર તા.10:
જામનગરમાં છેલ્લા 48 કલાકમાં ગુરૂ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલમાં 148 દર્દીના મૃત્યું નિપજ્યા હતા. આગલા બે વીકએન્ડ કરતા આ શનિ-રવિમાં દર્દીના મૃત્યુની સંખ્યા ઓછી રહેવા પામતા તંત્રને આંશિક રાહત થઇ હતી.જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. તો સ્વસ્થ થતા દર્દીની સંખ્યા વધી રહી છે. શનિ-રવિવાર દરમ્યાન જી.જી.કોવિડ હોસ્પિટલમાં 148 દર્દીઓના મૃત્યું નિપજ્યા હતા. બે દિવસમાં કોરોનાના 1236 કેસ હતા. આગલા શનિ-રવિમાં 181 દર્દીના મૃત્યું થયા હતા તો 1450 પોઝીટીવ કેસ નોંધાયા હતા. તે પહેલાના એટલે કે એપ્રિલના અંતિમ શનિ-રવિમાં 1313 કેસ નોંધાયા હતા અને 200 જેટલા દર્દીના મૃત્યું થયા હતા.


આજે સવાર સુધીના છેલ્લા 48 કલાકમાં જામનગરની જી.જી.કોવિડ હોસ્પિ8ટલમાં મૃત્યું પામેલ હતભાગી દર્દીમાં હરીભાઇ મેઘજીભાઇ ચૌહાણ, જસમીતભાઇ ઠાકરશીભાઇ નકુમ, અજુબેન હરીભાઇ મેઘજીભાઇ ચૌહાણ, મોતીબેન આર.સુરડીયા, કાન્તીલાલ ખાખરીયા, રશ્મીબેન સુવાની, ભીખુભાઇ ચોવટીયા, જગદીશભાઇ ગોંડલીયા, પપ્પુભાઇ ઠાકુર, રમેશભાઇ મોહનભાઇ વીંછી, હરેશભાઇ, જીવુભાઇ માનસંગ જેઠવા, કાન્તાબેન વાઘેલા, કમલેશભાઇ રમેશચંદ્ર પરીખ, ડાડુભાઇ રામભાઇ નંદાણીયા, કિશોરભાઇ જમનભાઇ ધાડીયા, જયેશભાઇ બચુભાઇ, માયાભાઇ વેલાભાઇ, ભરતભાઇ પરષોત્તમભાઇ વિરમગામી, મુકતાબેન, ઉજીબેન રામભાઇ ખરા, જાનુબેન જેરામભાઇ સોનગ્રા, હરીશભાઇ કારાભાઇ ચાવડા, મનહરબા દીલુભા જાડેજા, વિજયસિંહ બાલુભા કંચવા, પાનીબેન પ્રકાશભાઇ રાઠોડ, અનસુયાબેન જોષી, ભીમશીભાઇ કારાભાઇ કરમુર, ગોવિંદભાઇ સોલંકી, શિલ્પાબા અભેસિંહ, નીતિનભાઇ વીરાભાઇ, મગનભાઇ ટપુભાઇ કણઝારીયા, ચંદુલાલ જીવાભાઇ ગોંડલીયા, અબાસીભાઇ અબ્દુલભાઇ ખુરેશી, દામજીભાઇ સામજીભાઇ, માલદેભાઇ હીરાભાઇ ચાવડા, જયાબેન મહોનભાઇ, અમીનાબેન ઉંમરભાઇ, સંજયસિંહ પરમાર, લલીતભાઇ ફુલચંદભાઇ, મનજીભાઇ પરેશા, બાબુભાઇ દામજીભાઇ શ્રીમાળી, રસીલાબેન તુલસીભાઇ, હિરીબેન મેરામણભાઇ કડોરીયા, ધુવતબા ચુડસમા, જયસુખભાઇ, કંચનબા દોલુભા જાડેજા, હંસાબેન રામજીભાઇ, કમનબા વાઢેર, ફરીદા ઇકબાલભાઇ, જયાબેન દામજીભાઇ બુસા, હિમત લાલ રાઘવજીભાઇ મકવાણા, શારદાબેન, રાજેશભાઇ સાવલીયા, શાંતીબેન વતનશીભાઇ, ભુપેન્દ્રભાઇ પાડલીયા, બાબુભા જાડેજા, પ્રકાશભાઇ, દેવાભાઇ ભગવાનજીભાઇ, કિશોરભાઇ નાથાભાઇ, અરૂણાબેન જોષી, રેખાબેન સાજણભાઇ, અશોકભાઇ ભીમાભાઇ, જશાભાઇ પરબતભાઇ સિંગાળા, રસીકભાઇ અજીતભાઇ, માનસંગભાઇ જીણાભાઇ, અમશીભાઇ ગોવિંદભાઇ ચાવડા, લક્ષ્મીદાસ સવજીભાઇ મોદી, ઓસમાણભાઇ સીદીક, ઠાકરશી પપ્પુભાઇ, રીટાબેન જયસુખભાઇ મકવાણા, બિંદુબેન વસંતભાઇ જોષી, મોહમદભાઇ સલીમ, જયાબેન પરમાર, લતાબેન ચંદ્રકાન્તભાઇ ભટ્ટ, મુકેશભાઇ રાઠોડ, ઘનશ્યાભાઇ કેશવજીભાઇ, જયાબેન મનસખુભાઇ, ધીરજબેન અરવિંદભાઇ પંચમતીયા, જયાબેન રમેશભાઇ લાડવા, મનીષભાઇ સામજીભાઇ, કિશોરભાઇ હિરાભાઇ પરમાર, નટુભા બાલુભા જાડેજા, ઠાકરશીભાઇ લવજીભાઇ પરમાર, કૈલાશબા લઘુભા જાડેજા, અસ્મિતાબેન વિનોદરાય કનેરીયા, ભીખાભાઇ મુળજીભાઇ શિંગડા, સગુણાબેન સંદીપભાઇ કાનાણી, હસમુખભાઇ વિરમ, અલારખાભાઇ મામદભાઇ, મગનભાઇ જીવણભાઇ ખાંટ, બાઘીબેન હમીરભાઇ, ચેતનસિંહ બળવંતસિંહ ચૌહાણ, નવિનભાઇ, અરૂણભાઇ શાંતિલાલ, હરીસિંહ, હમીદભાઇ, મુલચંદભાઇ, હરદાસભાઇ, વર્ષાબા, કિશોરચંદ્ર લીલાધરભાઇ, સતીબેન ભીમશભાઇ કરમુર, દિપકભાઇ વશરાભાઇ કવા, કસ્તુબેન વસંતભાઇ કટેશીયા, જલ્પાબેન રાજેશભાઇ, મનસુખભાઇ ધનાભાઇ, હેમીબેન ભીમશીભાઇ, કાદરભાઇ, બળવંતગીરી હરિચંદ્ર, ધીરજલાલ મગનલાલ, મગનભાઇ નાથાભાઇ, કુંદનલાલ ધરમદાસ, ભુખુભાઇ ચૌહાણ, જૈનમબેન આમદભાઇ, બીપીનભાઇ મનસુખભાઇ, નીતાબેન ધનસુખભાઇ, હરદાસભાઇ ભીખાભાઇ, અરજણભાઇ ભીખાભાઇ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, કલ્પેશભાઇ કિશોરભાઇ, અમીદાબેન મામદભાઇ, અબ્દુલભાઇ, અવશીબેન અરજણભાઇ, રાજુભાઇ સોલંકી, મંજુબેન, લીલાબેન બેચરભાઇ, બોદુભાઇ કાસમભાઇ, સુભાષભાઇ, પરષોત્તમભાઇ, મકનભાઇ હિરપરાનો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement