ક્રિકેટર પિયુષ ચાવલાના પિતાનું કોરોનાને કારણે નિધન

10 May 2021 03:24 PM
Sports
  •  ક્રિકેટર પિયુષ ચાવલાના પિતાનું કોરોનાને કારણે નિધન

નવીદિલ્હી, તા.10 ભારતીય ક્રિકેટ ટીમના બોલર પિયુષ ચાવલાના પિતા પ્રમોદકુમાર ચાવલાનું કોરોનાને કારણે નિધન થયું છે. પિયુષ ચાવલાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વાત કહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પોસ્ટ કરતાં લખ્યું કે આજે તેમના વગર જીવન પહેલાં જેવું રહ્યું નથી, આજે મારી તાકાતનો સ્તંભ ખોવાઈ ગયો છે.

પ્રમોદકુમાર ચાવલાએ નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે 12 દિવસથી કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા. સ્થિતિ બગડતાં તેમને રવિવારે મુરાદાબાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાંથી નોઈડા ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે સવારે તેમણે દમ તોડ્યો હતો. પ્રમોદકુમાર ચાવલા મુરાદાબાદમાં વિદ્યુત વિભાગમાં સેવાનિવૃત્ત થયા હતા.


Related News

Loading...
Advertisement