મોતના આંકમાં તંત્રનો ખેલ : સત્તાવાર મોતની સંખ્યા સામે સ્મશાનોમાં વધુ અગ્નિ સંસ્કાર

10 May 2021 03:30 PM
Rajkot Saurashtra
  • મોતના આંકમાં તંત્રનો ખેલ : સત્તાવાર મોતની 
સંખ્યા સામે સ્મશાનોમાં વધુ અગ્નિ સંસ્કાર

સત્તાવાર 55 મોત સામે 64 કોવિડ મૃતદેહોને અગ્નિદાહ અપાયા : આજે બપોર સુધીમાં ત્રણ સ્મશાનોમાં 23ની અંતિમવિધિરાજકોટ તા.10
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ફરી વળેલી કોરોનાની લહેર વધુને વધુ ઘાતક બની રહી છે. રાજકોટમાં રોજીંદા મૃત્યુ આંકમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. કાલે સત્તાવાર 41નાં મોત બાદ આજે વધુ પપનાં મોત જાહેર થયા છે.આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થતા સત્તાધાર મોતની સંખ્યા સામે સ્મશાનોમાં વધુ સંખ્યામાં કોવિડ મૃતદેહના અગ્નિદાહનો સીલસીલો યથાવત રહ્યો છે. ત્યારે તંત્ર સામે મોતના સાચા આંક છુપાવવાનાં આક્ષેપ ઉઠી રહ્યા છે.


કોરોના પોઝીટીવ દર્દીનાં સારવારમાં ખાનગી કે સરકારી કે હોમ આઇસોલેશનમાં મૃત્યુ થાય તો તેની અંતિમવિધિ કોવિડ ગાઇડ લાઇન મુજબ કરવામાં આવે છે. આજે જાહેર થયેલા મૃત્યુનાં બીજા દિવસે ડેથ ઓડીટ કમિટી કોવિડ-નોન કોવિડ ડેથ જાહેર કરે છે. ઉદાહરણ રૂપ કાલે 41 મોતમાં ડેથ ઓડિટ કમિટીએ માત્ર બે મોત કોવિડથી થયાનું જાહેર કર્યુ છે. કોવિડ સ્મશાનોમાં સત્તાવાર મોત સામે બમણી સંખ્યામાં કોવિડ ડેડ બોડીઓના અગ્નિ સંસ્કાર થઇ રહ્યા છે. ત્યારે તંત્ર મોતના સાચા આંકડાઓ છુપાવતુ હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.


કાલે ત્રણ કોવિડ સ્મશાન 64 કોવિડ મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં રામનાથપરા સ્મશાન 3પ, મોટા મવા 14, મવડી 15, કોવિડ સ્મશાનમાં 64 મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યા હતાં.સત્તાવાર 55 દર્દીના મોત સામે 64 મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા છે. જયારે આજે બપોર સુધીમાં 23 વધુ મૃતદેહોના અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં રામનાથરા-10, મોટામવા 8 અને મવડી પ મળી કુલ 23 મૃતદેહોની અંતિમવિધિ થઇ છે.


જો કે છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાનોમાં કોવિડ ડેડ બોડીના વેઇટીંગની પરિસ્થિતિમાં રાહત જોવા મળી રહી છે. ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલમાં મૃતદેહોને પણ તુરંત જ સ્વજનોને સોંપી દેવાતા આવતા અંતિમવિધિ ઝડપભેર થઇ રહી છે. સત્તાવાર મોતની વધુ સરખામણી કોવિડ સ્મશાનોમાં મૃતદેહોની વધુ સંખ્યા અંતિમવિધિ થવાનો સીલસીલો યથાવત રહ્યો છે.


Related News

Loading...
Advertisement