સોનીબજાર આ વર્ષે પણ અક્ષયતૃતીયા મિસ કરશે

10 May 2021 03:41 PM
Rajkot Top News
  • સોનીબજાર આ વર્ષે પણ અક્ષયતૃતીયા મિસ કરશે

સતત બીજા વર્ષે ગુડીપડવા બાદ અક્ષયતૃતીયામાં માર્કેટ બંધ: ઓનલાઈન ખરીદીમાં પણ લોકોને ભાગ્યે જ રસ

રાજકોટ તા.10
એક સમય એવો હતો કે 2016માં નોટબંધી સમયે જવેલરી માર્કેટ આખી રાત ધમધમી હતી અને ત્યારબાદ પણ 2020ના પ્રારંભ સુધી દેશમાં સોનાના ભાવમાં વધારો થતા ગોલ્ડ માર્કેટ ચળકતી રહી પરંતુ સતત બીજુ વર્ષ એવું રહેશે કે જયારે અક્ષયાતૃતીયના દિવસે સોનીબજારમાં સોપો હશે. ગત વર્ષે આ સમયે લોકડાઉન હતું અને હવે તા.14મે રોજ ફરી એક વખત અક્ષયાતૃતીય આવી રહી છે

તે સમયે સોનીબજાર બંધ છે. મોટાભાગના રાજયોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે અને તેના કારણે અક્ષયતૃતીય કે જે સોનુ ખરીદવા માટે શુભ દિવસ મનાય છે ત્યારે સોનાના વેચાણનું ભાગ્યે જ કોઈ પ્રશ્ન થશે. ગત વર્ષે એકંદર ભારતમાં સોનાની માંગ તેના અગાઉના વર્ષ કરતા 70 ટકા જેટલી ઓછી રહી હતી અને આ વર્ષે પણ ફરી એક વખત અક્ષયાતૃતીયના દિવસે ઓનલાઈન સેલીંગને પણ મોટો ફટકો પડશે તેવી શકયતા છે. અગાઉ સોનીબજારે ગુડીપડવો સતત બીજા વર્ષે ગુમાવ્યો હતો.

આ બંને દીવસો સોનાના વેચાણ માટે સૌથી મહત્વના બને છે. ઉપરાંત ઉનાળામાં લગ્નગાળો પણ મોટો હોય છે પરંતુ હાલના નિયંત્રણોના કારણે હજારો લગ્ન પાછા ઠેલાયા છે. ઓનલાઈન વેચાણમાં ખાલી પસંદગીની ચીજો જ મંગાવવામાં આવે છે. 2020ના એપ્રિલ-જૂન કવાર્ટરમાં સોનાનુ વેચાણ 213.2 ટનમાંથી 63.7 ટન થયું હતું અને આ વર્ષે તે પણ તેમાં પણ ઘટાડો થશે તેવું મનાય છે. અનેક મોટા જવેલર્સો ડીજીટલ માર્કેટીંગનો પ્રયત્ન કરી રહ્યા છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં કોરોનાનુ સંક્રમણ ઘટયુ હતું તેથી વેચાણમાં થોડો વધારો થયો હતો પરંતુ ફરી એ જ લોકડાઉન જેવી સ્થિતિ આવી ગઈ છે.


Related News

Loading...
Advertisement