થિયેટરો તો ઠીક, હવે ઓટીટી પર પણ ફિલ્મોની રિલીઝ ટળવા લાગી!

10 May 2021 03:48 PM
Entertainment
  • થિયેટરો તો ઠીક, હવે ઓટીટી પર પણ ફિલ્મોની રિલીઝ ટળવા લાગી!
  • થિયેટરો તો ઠીક, હવે ઓટીટી પર પણ ફિલ્મોની રિલીઝ ટળવા લાગી!

હાલ તો સૌ કોઈ જીવ બચાવવામાં પડયા છે, ઓટીટી પર ફિલ્મ જોવાનો કોઈનો હરખ નથી

મુંબઈ: ગત વર્ષે કોરોનાની પહેલી લહેરના પગલે આવેલા લોકડાઉનથી નિર્માતાઓ ફિલ્મો થિયેટરમાં રિલીઝ નહોતા કરી શકયા ત્યારે નિર્માતાઓએ ઓટીટી પ્લેટફોર્મ પર પોતાની ફિલ્મ રિલીઝ કરવાનો રસ્તો પકડયો હતો, જયારે આ વર્ષે કોરોનાની બીજી લહેર એટલી તો ઘાતક છે અને લોકો પોતાને અને પોતાના સ્વજનોને કોરોનાથી બચાવવામાં પડયા છે અને ફિલ્મ જોવાના મૂડમાં નથી ત્યારે હવે ઓટીટી પર પણ ફિલ્મ રિલીઝ કરવાનું નિર્માતાઓ માંડી વાળવા લાગ્યા છે. આવી જ એક ફિલ્મ છે ‘તૂફાન’ જેની ઓટીટી પર રિલીઝ ટળી છે. ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ આ મહીને જ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવાની હતી પણ કોરોનાને લઈને નિર્માતાઓએ તેની રિલીઝ ટાળી દીધી છે.કોરોનાની બીજી લહેરે માત્ર થિયેટરોની બીગ સ્ક્રીનને જ નહીં ઓટીટીના સ્મોલ સ્ક્રીનને પણ અસર કરી છે. હાલ કોરોનાની ખતરનાક લહેરના કારણે શુટીંગ બંધ હોવાથી ઓટીટી પર ક્ધટેન્ટની કમી આવી ગઈ છે.


આ વખતે પહેલા કરતા ખરાબ હાલત છે, જેમાં લોકો ઘરે બેસી ત્રીજા પરદા પર મનોરંજન લેવાની હાલતમાં નથી. ફિલ્મ નિર્માતા અને ટ્રેડ એનાલીસ્ટ ગીરીશ જૌહર જણાવે છે કે બેશક કોરોનાની બીજી લહેરથી ફિલ્મી દુનિયાને બેવડો માર પડયો છે. આ વખતે એટલા બધા લોકો સંક્રમીત છે કે નિર્માતાઓને નથી લાગતું કે લોકો ઘેર બેસીને પણ ફિલ્મ જોઈ શકે. હાલ તો સૌ કોઈ પોતાનો જીવ બચાવવામાં પડયા છે. લોકોનો ઓટીટી પર મનોરંજન મેળવવાનો પણ કોઈ ઉત્સાહ નથી. આ જ કારણે અક્ષયકુમારની ‘બેલબોટમ’ ફિલ્મની ઓટીટી પર રજુઆત નિર્માતાઓએ ટાળી છે.


Related News

Loading...
Advertisement