શુક્રવારે પરશુરામ જયંતી

10 May 2021 03:57 PM
Dharmik
  • શુક્રવારે પરશુરામ જયંતી


આગામી તા. 14ના શુક્રવારે ભગવાન પરશુરામ જયંતી છે. આ વખતે કોરોનાનો હાહાકાર હોવાથી ભુદેવો જાહેરમાં ઉજવણી કરશે નહિ લોકો ઘરમાં રહીને પરશુરામ જયંતી ઉજવશે.ભગવાન પરશુરામ ભાર્ગવ વેશમાં જન્મ્યા, ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે તેમનો જન્મ ત્રેતા યુગમાં થયો હતો. આ દિવસે કરવામાં આવેલું દાન-પુણ્ય કયારેય ક્ષય થતું નથી.ભગવાન પરશુરામ, ભગવાન શિવ તથા ભગવાન વિષ્ણુને સંયુકત અવતાર માનવામાં આવે છે. પરશુ ધારણ કરવાથી તેઓ પરશુરામ કહેવાયા. ભારત વર્ષના અધિકાંશ ગામો તેમના દ્વારા વસાવાયા, પૌરાણિક કથા અનુસાર ભગવાન પરશુરામે તીર ચલાવીને ગુજરાતથી લઇને કેરળ સુધી સમુદ્રને પાછળ ધકેલતા નવી ભૂમિનું નિર્માણ કર્યું તેમને ભાર્ગવથી પણ ઓળખવામાં આવે છે.


અક્ષય તૃતીયા પર્વ સાથે અનેક પૌરાણિક વાતો જોડાયેલી છે. મહાભારતનું યુદ્ધ પણ આ દિવસે સંપન્ન થયું હતું. ભવિષ્ય પુરાણ અનુસાર વૈશાખ સુદ ત્રીજના દિવસે જ સતયુગ તથા ત્રેતાયુગની શરૂઆત થઇ હતી. ભગવાન વિષ્ણુના અવતાર નર-નારાયણ, હયગ્રીવ તથા પરશુરામજીનું અવતરણ આ તિથિના દિવસે થયું હતું. વૃંદવાન સ્થિત શ્રી બાંકે બિહારીજી મંદિરમાં પણ માત્ર આ દિવસે જ શ્રી વિગ્રહના ચરણદર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બાકી સમગ્ર વર્ષ ચરણ વસ્ત્રોથી જ ઢંકાયેલા રહે છે.- ઘનશ્યામભાઇ ઠકકર (ગાયત્રી ઉપાસક - રાજકોટ)


Related News

Loading...
Advertisement