અંતરીક્ષમાં બેકાબુ બનેલ ચીનના રોકેટનો કાટમાળ અંતે હિન્દ મહાસાગરમાં ખાબકયો

10 May 2021 05:21 PM
Top News World
  • અંતરીક્ષમાં બેકાબુ બનેલ ચીનના રોકેટનો કાટમાળ અંતે હિન્દ મહાસાગરમાં ખાબકયો

વિશ્વ માટે ટેન્શન ઉભુ કરનાર...:અંતરિક્ષના કાટમાળ સંબંધે ધોરણોનું પાલન ન કરવાનો ચીન સામે નાસાનો આક્ષેપ

બીજીંગ તા.10
છેલ્લા કેટલાક દિવસોથી દુનિયા માટે ટેન્સનનું કારણ બનેલ ચીની રોકેટ આખરે હિન્દ મહાસાગરમાં ખાબકતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. જો આ રોકેટ માનવ વસાહતવાળા વિસ્તારમાં ખાબકયું હોત તો ખાનાખરાબી સર્જાઈ હોત.છેલ્લા કેટલાક દિવસથી કુતુહલ અને તનાવનો વિષય બનેલ અને અંતરીક્ષમાં અનિયંત્રીત થયેલ ચીનનું રોકેટ લોન્ગ માર્ચ 5- બેના કાટમાળ આખરે ગઈકાલે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશીને માલદીવ પાસે હિન્દ મહાસાગરમાં ખાબકયું હતું.


ચીની અંતરીક્ષ એજન્સીના મેડ સ્પેસ એન્જીનીયરીંગ કાર્યાલય તરફથી આ બારામાં જાણકારી અપાઈ હતી કે બેકાબુ થયેલ ચીનના લોંગ માર્ચ 5-બી રોકેટના અવશેષો બીજીંગના સમય અનુસાર સવારે લગભગ 10-24 વાગ્યે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરીને 72.47 ડીગ્રી પૂર્વી દેશાંતર અને 2.65 ડીગ્રી ઉતરી અક્ષાંશમાં સમુદ્રના ખુલા ક્ષેત્રમાં ખાબકયું હતું.નાસાએ આપી ચીનને સલાહ: નાસાના પ્રશાસક બિલ નેલ્સને જણાવ્યું હતું કે સ્પષ્ટ છે કે ચીન અંતરીક્ષના કાટમાળના સંબંધમાં જવાબદાર ધોરણોને પુરા કરવામાં નિષ્ફળ રહ્યું છે. અંતરીક્ષમાં જનારાઓએ પૃથ્વી પર રહેતા લોકો અને સંપતિના ખતરાને ઓછો કરવો જોઈએ. મહત્વનું એ છે કે ચીન સહિત બધા દેશો આ દિશામાં પારદર્શિતા સાથે કામ કરે.


ચીની રોકેટ: અંતરીક્ષથી પડનારી સૌથી મોટી ચીજ
ચીની રોકેટનો આ કાટમાળ છેલ્લા અનેક દાયકાઓમાં પૃથ્વીના વાયુમંડળમાં અનિયંત્રીત થઈને ખાબકનાર સૌથી મોટી ચીજ બન્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનનું લોંગ માર્ચ બી-5 નામનું આ રોકેટ 100 ફૂટ લાંબુ અને 16 ફૂટ પહોળું હતું. પહેલા આ વિશાળકાય રોકેટ પેઈચીંગ, મેડ્રીડ કે ન્યુયોર્કમાં પડવાની આશંકા હતી. ખરેખર તો તેની ઝડપી ગતિના કારણે તેના લેન્ડીંગની જગ્યાની સ્પષ્ટ રીતે પુષ્ટી કરવી મુશ્કેલ બની ગઈ હતી.


Related News

Loading...
Advertisement