પદ્મભૂષણ આ.ભ.શ્રી રત્નસુંદર સૂરીજી મ.આદિ 13 સાધુ-સાઘ્વીજી ભગવંતોની તબીયત સુધારા પર

10 May 2021 05:41 PM
Rajkot Dharmik
  • પદ્મભૂષણ આ.ભ.શ્રી રત્નસુંદર સૂરીજી મ.આદિ
13 સાધુ-સાઘ્વીજી ભગવંતોની તબીયત સુધારા પર

તા.6ઠ્ઠીના ગુરૂવારે બ્રીક કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયેલા

રાજકોટ તા.10
પદ્મભૂષણ રાજપ્રતિબોધક પૂજયપાદ જૈનાચાર્ય પૂ.શ્રી રત્નસુંદર સૂરીશ્ર્વરજી મહારાજ આદિ 13 સાધુ-સાઘ્વીજી ભગવંતો મુંબઇની બીચકેન્ડી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ એડમીટ થયા છે.
પૂજય ગુરૂદેવને તા.2જીમેના હળવી શરદી હતી પાછળથી કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સંઘના અગ્રણીઓ તથા રત્નયત્રી ટ્રસ્ટીના ટ્રસ્ટીઓએ તત્કાલ બ્રીચકેન્ડી હોસ્પિટલમાં પૂજયશ્રી સાથે કોરોના પોઝીટીવ ધરાવતા 13 સાધુ-સાઘ્વીજીઓને તા.6ના લઇ જવાયા. પૂજયશ્રી દહાણું જૈન સંઘમાં બિરાજતા હતા. હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા ઉપચાર શરૂ કરી દેવાયા હતા.
પૂ.સાધુ-સાઘ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ કરતાં જૈન અગ્રણી દિલીપભાઇ વસાએ જણાવ્યું કે હાલ પૂજયશ્રી તથા સાધુ-સાઘ્વીજી ભગવંતોની તબીયત સારી છે. ઓકસીજન, ટેમ્પરેચર તથા પલ્સ વગેરે નોર્મલ છે.


Related News

Loading...
Advertisement