કોરોના દર્દીઓની વહારે અમિતાભ બચ્ચન: બે કરોડનુ દાન આપ્યું

10 May 2021 06:04 PM
Entertainment
  • કોરોના દર્દીઓની વહારે અમિતાભ બચ્ચન: બે કરોડનુ દાન આપ્યું

દિલ્હીમાં 400 બેડ, મુંબઈમાં વેન્ટીલેટર્સ પીપીઈ કિટસ સહિતના સાધનો માટે સહાય કરી

નવી દિલ્હી તા.10
અત્રે કોરોના દર્દીઓ માટે 400 બેડ, મુંબઈમાં વેન્ટીલેટર્સ તેમજ પીપીઈ કીટ માટે બોલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને રૂા.2 કરોડનુ દાન આપ્યુ છે. બચ્ચનના દાનથી દિલ્હીના ગુરૂદ્વારા રકાબ ગંજ સાહીબ ખાતે કોરોના દર્દીઓ માટે 400 બેડની વ્યવસ્થા કરાઈ છે.આ ઉપરાંત અમિતાભ બચ્ચને મુંબઈમાં કોવિડ કેર હોસ્પીટલમાં વેન્ટીલેટર્સ પીપીઈ કીટ માસ્ક અને સેનેટાઈઝર માટે દાન જાહેર કર્યું છે. ગત ગુરૂવારે જ બીગબીએ વેન્ટીલેટરની કિંમત અંગે પૂછપરછ કરી હતી. તેમણે બીએમસી (બૃહદ મુંબઈ કોર્પોરેશન) ને સીઆરએસ ફંડ અંતર્ગત રૂા.1 કરોડનું દાન જાહેર કર્યું હતું. બીગબી કોરોના જાગૃતિનાં પ્રસાર અંગે પણ સરકારનાં પ્રોજેકટમાં જોડાયેલા છે. દિલ્હી શિખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીનાં પ્રમુખ સિરસા જણાવે છે કે ગયા વર્ષે પણ બચ્ચને યોગદાન આપ્યુ હતું. તેઓ ઈચ્છતા નથી કે બધા તેના યોગદાન વિશે જાણે.


Related News

Loading...
Advertisement