મુર્હુત આવ્યું: તા.23 જૂનના કોંગ્રેસના નવા પ્રમુખની ચૂંટણી

10 May 2021 06:24 PM
India Politics
  • મુર્હુત આવ્યું: તા.23 જૂનના કોંગ્રેસના નવા પ્રમુખની ચૂંટણી

વર્ચ્યુઅલ કારોબારીમાં પક્ષના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીની જાહેરાત: ચૂંટણી પરિણામોની સમીક્ષા

નવી દિલ્હી: એક બાદ એક ચૂંટણીમાં પરાજયથી મૂર્છીત થઈ ગયેલી કોંગ્રેસમાં આખરે પ્રાણ પુરવા માટે પક્ષના નવા પ્રમુખની ચૂંટણીનું મુર્હુત આવી ગયું છે અને તા.23 જૂને નવા પ્રમુખની ચૂંટણી યોજાશે. આજે પક્ષના કાર્યકારી પ્રમુખ નીમતી સોનીયા ગાંધીના અધ્યક્ષસ્થાને મળેલી પક્ષની વર્ચ્યુઅલ કારોબારીમાં જૂનના અંત સુધીમાં પક્ષના પ્રમુખની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓએ પોતાના સંબોધનમાં કહ્યું કે પાંચ રાજયોની ચૂંટણીના પરિણામોનું મંથન કરવું જરૂરી છે અને પક્ષે તેની અસફળતા પર ધ્યાન આપવું પડશે તથા યોગ્ય બોધપાઠ લઈને આગળ વધવું પડશે. શ્રીમતી ગાંધીએ કહ્યું કે તમો હવે પક્ષની દરેક સમસ્યા પારખીને તેનો ઉકેલ લાવવા તથા એક મીકેનીઝમ ગોઠવવા નાના-નાના જુથોની રચના કરશે. આગામી માસના અંતે પક્ષના નવા પ્રમુખની ચૂંટણી કરાવવામાં આવશે. આ માટે તા.23 જૂનનો દિવસ નિશ્ચીત થયા છે તથા ચૂંટણીની પ્રક્રિયા માટે એક કમીટી બનાવવા સોનીયાએ જાહેર કર્યુ કે પરિણામ ભલે આપણા પક્ષમાં નથી પણ નિરાશ થવાની પણ જરૂર નથી પક્ષ ફરી મજબૂત બનાવો.


Related News

Loading...
Advertisement