ડિઝીટલ ઈન્ડિયામાં લોકડાઉનમાં આપ મોબાઈલ કે લેપટોપ નથી ખરીદી શકતા

10 May 2021 06:30 PM
India Top News
  • ડિઝીટલ ઈન્ડિયામાં લોકડાઉનમાં આપ મોબાઈલ કે લેપટોપ નથી ખરીદી શકતા

મોબાઈલ, લેપટોપને આવશ્યક ચીજની યાદીમાં સામેલ કરી વેચાણની છૂટ આપવા માંગણી

નવી દિલ્હી તા.10
એક બાજ સરકાર ડીઝીટલ ઈન્ડીયાને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે હાલ દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે મોટાભાગના રાજયોમાં લોકડાઉનના કારણે દુકાનો બંધ હોવાથી લોકો લેપટોપ, મોબાઈલ ફોન જેવી વસ્તુઓ ખરીદી શકતા નથી તે બગડી ગયા હોય તો રિપેર કરાવી શકતા નથી, હાલના સંજોગોમાં આ સાધનો અનિવાર્ય જરૂરિયાત છે પણ સરકાર તેમ માનતી નથી. આ સંજોગોમાં સીઆઈઆઈના નેશનલ આઈસીટીઈ મેન્યુફેકચરીંગ કમીટીના ચેરમેન વિનોદ શર્માએ સરકારને મોબાઈલ ફોનને જરૂરી વસ્તુની યાદમાં સામેલ કરવાની માંગ કરી છે, જેથી લોકડાઉનમાં લોકો મોબાઈલ ફોન કરી શકે તો વર્ક ફ્રોમ હોમના વધતા ચલણથી હાલ મોબાઈલ અને લેપટોપ જરૂરી ચીજોની યાદીમાં આવી જાય છે. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ કઈ વસ્તુને જરૂરી માનવી એ રાજયો પર નિર્ભર છે.ઉલ્લેખનીય છે કે હાલ લોકડાઉનમાં મોબાઈલ લેપટોપના વેચાણ પર રોક છે.


Related News

Loading...
Advertisement