કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતાનું કોરોનાથી નિધન

10 May 2021 06:32 PM
Gujarat
  • કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતાનું કોરોનાથી નિધન

ગોતા સ્મશાનમાં હાર્દિક પટેલે પીપીઇ કીટ પહેરી અંતિમ સંસ્કાર કર્યા

અમદાવાદ તા. 10 :
ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલનું કોરોનાથી નિધન થયુ છે. હાર્દિકના પિતા કોરોના પોઝિટીવ આવ્યા બાદ તબીયત લથડતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલના પિતા ભરતભાઇ સામાજીક અને રાજકીય કારકિર્દીમાં સતત તેની સાથે રહેતા હાર્દિક પટેલે 2 મે ના રોજ ટવીટ કરી પોતે કોરોના સંક્રમીત હોવાનું જણાવ્યુ હતુ. ડોકટરની સલાહ અનુસાર ઘરે જ સારવાર ચાલી રહી હતી.

ભરતભાઇ પટેલના અંતિમ સંસ્કાર ગોતા સ્મશાનમાં કરવામાં આવ્યા. પુત્ર હાર્દિક પટેલે પીપીઇ કીટ પહેરી કોવીડ ગાઇડલાઇન અનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા.હાર્દિક પટેલના પિતાના દુ:ખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને હાર્દિક પટેલ અને તેના પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યકત કર્યો હતો. એક સપ્તાહ પહેલા જ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોરોના પોઝીટીવ આવ્યા હતા. હાર્દિકે ટવીટ કરીને વાતની જાણકારી આપી હતી.

હાલમાં તે ડોકટરની સલાહ મુજબ હોમ આઇસોલેટ થયા હતા. હાલમાં ઘરમાં જ તેની સારવાર ચાલી રહી છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટવીટ કરી જણાવ્યુ કે હું આજે કોરોના પોઝિટીવ આવ્યો છું ડોકટરની સલાહ અનુસાર ઘરમાં જ મારી સારવાર થઇ રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી હું જલ્દી જ સાજો થઇ જઇશ.સ્વ. ભરતભાઇ નરસિંહભાઇ પટેલનું તા. 9/પ/ર0ર1 ને રવીવારના રોજ અવસાન થયુ. કોરોના મહામારીના કારણે લૌકીક વ્યવહાર તથા બેસણુ બંધ રાખેલ છે. ટેલીફોનીક સાંત્વના પાઠવી શકાશે. પટેલ નરસિંહભાઇ મો.નં. 9426579537, પટેલ હાર્દિક મો.નં. 9978520793.


Related News

Loading...
Advertisement