ગુજરાતમાં કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યા વધી : આજે પણ 14000થી વધુ સાજા થયા : નવા 11592 કેસ

10 May 2021 08:04 PM
Gujarat
  • ગુજરાતમાં કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યા વધી : આજે પણ 14000થી વધુ સાજા થયા : નવા 11592 કેસ

વધુ 117 દર્દીના મોત : કુલ મૃત્યુઆંક 8511 થયો : એક્ટિવ કેસ ઘટીને 136158 થયા : રિકવરી રેટ વધીને 79.11 ટકા

રાજકોટઃ
ગુજરાત માટે રાહતની વાત છે કે છેલ્લા કેટલાક દિવસોથી સાજા થતા દર્દીઓની સંખ્યા વધી છે. આજે પણ 14000થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ એક્ટિવ કેસ ઘટીને 136158 થયા છે. રિકવરી રેટ વધીને 79.11 ટકા થયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 11592 કેસો નોંધાયા છે જ્યારે 117 દર્દીઓના મૃત્યુ થયા છે અને 14931 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 792 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 135366 દર્દીઓ સ્ટેબલ છે. કુલ મૃત્યુઆંક 8511 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 692604 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 3263, સુરત 1032, વડોદરા 1230,રાજકોટ 572, જામનગર 565, મહેસાણા 507, જુનાગઢ 514, ભાવનગર 338, ગાંધીનગર 269, બનાસકાંઠા 266, પંચમહાલ 254, દાહોદ 246, કચ્છ 244, ગીર સોમનાથ 200, અમરેલી 183, મહિસાગર 181, ખેડા 164, આણંદ 157, સાબરકાંઠા 156, પાટણ 151, અરવલ્લી 133, વલસાડ 123, ભરૂચ 115, સુરેન્દ્રનગર 113, નવસારી 108, નર્મદા 90, દેવભૂમિ દ્વારકા 87, છોટા ઉદેપુર 81, મોરબી 67, બોટાદ-પોરબંદર 38, તાપી 35, ડાંગ 12.


Related News

Loading...
Advertisement