મુખ્યમંત્રી રૂપાણીએ પોતાની ધારાસભ્ય તરીકેની રૂ.૧.૫ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ફાળવી

10 May 2021 08:17 PM
Rajkot Government Gujarat
  • મુખ્યમંત્રી રૂપાણીએ પોતાની ધારાસભ્ય તરીકેની રૂ.૧.૫ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ફાળવી

સીએમ વિજયભાઇ રૂપાણીએ અન્ય ધારાસભ્યોને પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરૂ પાડ્યું

રાજકોટઃ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધારાસભ્ય તરીકે તેમને મળતી વિકાસ કામોની રૂપિયા દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના સંક્રમિતોની સારવારના ઉપયોગ માટે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવી આપી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીએ તાજેતરમાં કોર કમિટીની બેઠકમાં દરેક ધારાસભ્યોએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા કોરોના કોવિડની સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી ખરીદવા આપવા તેવો નિર્ણય કરેલો છે. એટલુંજ નહીં, જો કોઇ ધારાસભ્ય ઇચ્છે તો આવા સાધનો ખરીદવા પોતાની સંપૂર્ણ એમએલએ ગ્રાન્ટ પણ આપી શકશે તેવી જોગવાઇ પણ કરેલી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના આ કપરાકાળમાં જન સેવા દાયિત્વનો પહેલરૂપ અભિગમ અપનાવી ધારાસભ્ય તરીકેની પોતાની સંપૂર્ણ એટલે કે રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ રાજકોટની પીડીયુ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આપી અન્યો માટે પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરૂ પાડ્યું છે.


Related News

Loading...
Advertisement