ભાવનગરમાં આજે કોરોનાના નવા ૩૩૮ કેસ, ૪ના મોત

10 May 2021 09:08 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના નવા ૩૩૮ કેસ, ૪ના મોત

૩૩૦ દર્દીઓ સાજા થયા : જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૭,૬૮૩ કેસો પૈકી ૪,૪૩૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર:
ભાવનગરમાં આજરોજ ૩૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૧૭,૬૮૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૪૦ પુરૂષ અને ૭૪ સ્ત્રી મળી કુલ ૨૧૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૨૪, ઘોઘા તાલુકામાં ૧૦, તળાજા તાલુકામાં ૫૧, મહુવા તાલુકામાં ૧૩, પાલીતાણા તાલુકામાં ૪, સિહોર તાલુકામાં ૮, ગારીયાધાર તાલુકામાં ૭ તેમજ ઉમરાળા તાલુકામાં ૭ કેસ મળી કુલ ૧૨૪ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ચાર કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થતા જિલ્લાનો કુલ મૃત્યુઆંક ૨૩૪ થયો છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૮૮ અને તાલુકાઓમાં ૪૨ કેસ મળી કુલ ૩૩૦ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ, જિલ્લામા નોંધાયેલા ૧૭,૬૮૩ કેસ પૈકી હાલ ૪,૪૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે.


Related News

Loading...
Advertisement