ઉનડકટ, સાકરિયા સહિતના ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાં પસંદગી થવાની સંભાવના

11 May 2021 09:54 AM
Sports
  •  ઉનડકટ, સાકરિયા સહિતના ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાં પસંદગી થવાની સંભાવના

શ્રીલંકા પ્રવાસે જનારી ભારતીય ટીમ ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી રમશે: પ્રથમ વન-ડે 13 જૂલાઈથી થશે શરૂ

નવીદિલ્હી, તા.11

બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગૂલીએ મહત્ત્વની જાહેરાત કરતાં કહ્યું કે ટીમ ઈન્ડિયા જૂલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જશે. આ પ્રવાસે ભારતના યુવા ખેલાડીઓ જોડાશે કેમ કે સીનિયર ટીમ આ સમયે ઈંગ્લેન્ડ પ્રવાસ પર હશે.

ટીમ ઈન્ડિયાએ તાજેતરના સમયમાં ક્રિકેટના દરેક ફોર્મેટમાં પોતાની ચમક પાથરી છે અને દેશ હોય કે વિદેશી પીચ દરેક જગ્યાએ તેણે શ્રેષ્ઠ ક્રિકેટ રમીને શ્રેણી અને ચાહકોના દિલ બન્ને જીત્યા છે પરંતુ હવે ટીમ ઈન્ડિયાના ચાહકોને કંઈક એવું જોવા મળશે જે પહેલાં તેમણે ક્યારેય નહીં જોયું હોય. જૂલાઈમાં ટીમ ઈત્રન્ડયા શ્રીલંકાના પ્રવાસે જવાની છે જ્યાં તે વન-ડે અને ટી-20 શ્રેણી રમશે. રસપ્રદ વાત એ છે કે આ પ્રવાસમાં રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ નહીં રમતા હોય કેમ કે આ સમયે તેઓ ઈંગ્લેન્ડ પ્રવાસે હશે મતલબ કે શ્રીલંકા જનારી ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓ જોવા મળશે.

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને જે કાર્યક્રમ મોકલ્યો છે તે અનુસાર આ પ્રવાસ 13 જૂલાઈથી શરૂ થશે. સૌથી પહેલાં વન-ડે મેચ રમાશે જે 13, 16 અને 19 જૂલાઈએ રમાશે. વન-ડે શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશષ જેનોપહેલો મેચ 22 જૂલાઈ બીજોમેચ 24 જૂલાઈ અને ત્રીજો મેચ 27 જૂલાઈએરમાશે. મેચ કયા મેદાન પર હશે તેનો નિર્ણય હજુ લેવાયો નથી. ભારતીય ટીમ પાંચ જૂલાઈએ શ્રીલંકા પહોંચશે અને 28 જૂલાઈએ ભારત પરત આવી જશે. શ્રેણી પહેલાં ભારતીય ટીમને એક સપ્તાહ સુધી ક્વોરેન્ટાઈન રહેવું પડશે.

ટીમ ઈન્ડિયાનું ક્વોરેન્ટાઈન પણ બે તબક્કાનું હશે જેમાં પહેલાં ત્રણ દિવસમાં ખેલાડીઓએપોતાના રૂમમાં જ રહેવું પડશે અને આગળના ચાર દિવસ આખી ટીમ સાથે ટ્રેનિંગ કરી શકશે.

ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓ ઈંગ્લેન્ડ પ્રવાસે રહેવાના હોવાથી શ્રીલંકા પ્રવાસ પર બેન્ચ સ્ટ્રેન્થને અજમાવવામાં આવશે. આ ટીમમાં જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન, પૃથ્વી શો, દીપક ચાહર, રાહુલ ચાહર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, રાહુલ તેવટિયા જેવા ખેલાડીઓ સમાવિષ્ટ હોઈ શકે છે.


Related News

Loading...
Advertisement