આવતીકાલે દાઉદી વ્હોરા સમાજ ઉજવશે ઇદ-ઉલ-ફિતર

11 May 2021 12:06 PM
Rajkot Dharmik
  • આવતીકાલે દાઉદી વ્હોરા સમાજ ઉજવશે ઇદ-ઉલ-ફિતર

સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ઘેર રહીને ઇદની નમાજ પઢશે અને કોરોનાથી મુકિત મેળવવા દુઆઓ કરશે

રાજકોટ તા. 11 : દાઉદી વ્હોરા સમાજના પવિત્ર રમજાન માસ પૂર્ણ થતા તા. 1ર ને બુધવારના રોજ ઇદ ઉલ ફિતરનો દિવસ છે. કોરોના જેવી મહામારી પરિસ્થિતિને ધ્યાને રાખીને પવિત્ર રમજાન માસમાં ઘરે રહીને નમાજ પઢેલ હતી અને મહામારી જેવો રોગ શમી જાય તે માટે તેમજ કોરોના વોરીયર્સ જે રાત દિવસ ફરજ બજાવી સેવાઓ કરી રહયા છે તે માટે રોજ દુઆઓ માંગવામાં આવતી હતી. આમીન.....
રાજકોટ સીટીના જનાબ આમીલ સાહેબ શેખ તૈયીબઅલી પાટણવાલાએ જણાવ્યુ કે આપણે ગુજરાત રાજય સરકારના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરતા હુઆ આપણે ઇદ ઉલ ફિતરના દિવસે ઇદની નમાજ દરેક પોતાના ઘરે રહીને નમાજ પઢશે અને દુઆઓ કરશે કે બીમારીથી જલદી દરેક કોમના લોકોને શીફા થાઇ અને કોરોનાથી છુટકારો મલે. આવી પરિસ્થિતિને ધ્યાને લઇને ઉત્સવી આયોજન ન કરવા. આપણી ફરજ છે કે સગા વ્હાલાઓ, દોસ્ત, બીરાદરોને ફોનથી, સોશ્યલ મીડીયાના માધ્યમથી દુઆ સાથેના સલામ કહેશે. માસ્ક પહેરો, ઘરે રહો, સ્વસ્થ રહો અને દુઆઓ કરો. તેમ શેખ યુસુફઅલી જોહર કાર્ડસ વાલાએ અખબાર યાદીમાં જણાવેલ છે.


Related News

Loading...
Advertisement