શુક્રવારે સ્વયં સિદ્ધ મુહૂર્ત છે : અક્ષય તૃતીયા

11 May 2021 01:09 PM
Dharmik
  • શુક્રવારે સ્વયં સિદ્ધ મુહૂર્ત છે : અક્ષય તૃતીયા

અક્ષયનો અર્થ છે અતૂટ અને સદા પ્રચુરતામાં રહેનારૂ આ વ્રતને લોકો તેવી શ્રદ્ધાની સાથે કરે છે કે જીવનમાં ધન-ધાન્ય અને સંપદાની ઉણપ ન રહે. એ પણ સમજવાની વાત છે કે ધન, ધાન્ય અને સંપન્નતાનો અર્થ સ્વાસ્થ્યની સંપૂર્ણતા પણ છે. અક્ષય તૃતીયા વૈશાખ સુદ-3ના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે તા. 14મીના શુક્રવારે અખાત્રીજ છે. તા. 14ના સવારે પ.03થી પ્રારંભ તથા તા. 1પના સવારે 7.પ9 કલાકે સમાપ્ત. પૂજાનું શુભમુહૂર્ત પ.30થી બપોરના ર.18 સુધીનું છે. આ દિવસે ભગવાન સૂર્ય, માતા લક્ષ્મી, ભગવાન વિષ્ણુની પૂજાનું વિધાન છે.અક્ષય તૃતીયા સ્વયં સિદ્ધ મુહૂર્ત કહેવાય છે. એટલા માટે આ દિવસને માંગલિક કાર્યક્રમો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે તેથી જીવનભર અક્ષય સુખનું વરદાન મળે છે.આ દિવસે ખાસ કરીને સોના-ચાંદી, નવા વસ્ત્રો, રત્ન વગેરેની ખરીદી કરવામાં આવે છે. સાથે બધા કષ્ટોમાંથી મુકિત મેળવવા માટે દાન-પુણ્ય કરવામાં આવે છે. આ દિવસે પરશુરામજીનો જન્મ ઉત્સવ પણ મનાવવામાં આવે છે.શાસ્ત્રોમાં વર્ણન છે કે આજના દિવસે કરવામાં આવેલ પૂજા પાઠનું ફળનું કયારેય ક્ષય થતું નથી.માન્યતા અનુસાર આ દિવસે સોનુ ખરીદવાનું ખાસ વિધાન છે. જેથી સોનુ પેઢી દર પેઢી વધતું જાય.


શું દાન કરવું ?
આજના દિવસે ઘઉં, જવ, ચણા, દહીં, ચોખા, ફળફ્રુટનું દાન કરવું, બધા પ્રકારના રસ અને ગરમીની મોસમમાં ઉપયોગી ફળફળાદીનું દાન કરવું. આજના દિવસે કરવામાં આવેલ પિંડદાનથી પિતૃઓને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષથી મુકિત પણ મળે છે, આ દિવસે ગંગાસ્નાન, તીર્થના દર્શન, જપ, તપ આદિનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે ગરીબ, બીમાર લોકોને દવાનું દાન કરવું.


Related News

Loading...
Advertisement