મોરબી ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ

11 May 2021 02:32 PM
Morbi
  • મોરબી ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ

મોરબી તા.11
મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે તેની સગીરતાનો લાભ ઉઠાવીને યુવાન તેણીનું અપહરણ કરી ગયેલ હોય ભોગ બનેલ સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
હાલ મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ઉમેશ ઉર્ફે લાલો રમેશ મોરતરીયા જાતે કોળી રહે.પ્રતાપગઢ તાલુકો હળવદ જીલ્લો મોરબી વાળો ગત તા.6-5 ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં અપહરણ કરી ગયેલ હોય ભોગ બનેલ પરિવારે ઘરમેળે તપાસ કરી હતી છતા પણ સગીરાની ભાળ ન મળી હોય મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં પીઆઈ એમ.આઈ.ગોઢાણિયાએ ઉમેશ ઉર્ફે લાલો કોળી વિરુદ્ધ અપહરણ અંગે ગુનો દાખલ કરીને તેની આગળની તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં
મોરબી તાલુકાના ખેવાળીયા ગામે રહેતા દક્ષાબેન પ્રકાશભાઈ શામજીભાઈ ઉભડીયા નામની 40 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને અહિંની મંગલમ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવી હતી બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી અને બેલા ગામની વચ્ચે થયેલા વાહન અકસ્માતના બનાવમાં હાલમાં મોરબીના લાલપર ગામે રહેતા બી.કે.શર્મા નામના વ્યકિતને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે તેમ તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.


Loading...
Advertisement