મોરબી જિલ્લા પોલીસ વડા દ્રારા ત્રણ પીએસઆઈની આંતરીક બદલી

11 May 2021 02:34 PM
Morbi
  • મોરબી જિલ્લા પોલીસ વડા દ્રારા ત્રણ પીએસઆઈની આંતરીક બદલી

મોરબી તા.11
મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા હુકમ કરીને જિલ્લાના ત્રણ પીએસઆઈની જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.એ.જાડેજાની હાલમાં સીટી બી ડિવિઝનમાં ડી-સ્ટાફના પીએસઆઇ તરીકે બદલી કરવામાં આવેલી છે. જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.બી.ટાપરીયાની રીડર બ્રાંચમાં તેમજ સાથે એટેચમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીએસઆઇ તરીકે બદલી કરવામાં આવેલી છે.તેમજ એસીબીમાં ફરજ બજાવતા પીએસઆઇ વી.કે.કોઠીયાની બદલી મોરબી તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવેલ હોવાનું પોલીસ સૂત્રો તરફથી મળેલ છે.


Loading...
Advertisement