મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે કોરોનાથી મૃત્યુ પામનાર દીવગંતોના આત્માની શાંતિ અર્થે વૈદીક મહાયજ્ઞનું આયોજન

11 May 2021 02:35 PM
Morbi
  • મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે કોરોનાથી મૃત્યુ પામનાર દીવગંતોના આત્માની શાંતિ અર્થે વૈદીક મહાયજ્ઞનું આયોજન

મોરબી, તા. 11
મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે કોરોનામા મૃત્યુ પામનાર દીવગંતોના આત્માની શાંતિ અર્થે વૈદીક મહાયજ્ઞનું તથા શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે દરેક પરિવારે આગામી ગુરુવારે સાંજે 5:30 થી 6:30 કલાક દરમિયાન પોતાના નિવાસ સ્થાને યજ્ઞ કરી સામુહીક કલ્યાણ કાર્યમા જોડાવવા માટે સંસ્થાના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે આ માટે બુધવાર તા.12-5 ના રોજ જલારામ મંદિરેથી યજ્ઞ સામગ્રી તથા શ્રધ્ધાંજલિ પત્રિકાનુ સર્વજ્ઞાતિય વિતરણ કરવામાં આવશે. મોરબીમાં અનેક સેવાકીય કામ કરતાં જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિશ્વ શાંતિ અર્થે છેલ્લા ઘણા સમય થી વૈદિક યજ્ઞ ચાલુ છે ગુરૂવાર તા.13-5ના રોજ દીવંગત આત્માના શાંતિ અર્થે મહાયજ્ઞનું આયોજન કરવામા આવેલ છે. બુધવાર તા.12-5ના રોજ મોરબી જલારામ મંદિર ખાતેથી સર્વજ્ઞાતિય યજ્ઞ સામગ્રી તથા શ્રધ્ધાંજલિ પત્રિકાનું વિતરણ કરવામા આવશે. કોરોનાની મહામારીમા પરિવારે ઘરે જ રહી પોતાના પરિવારના સભ્યો દ્વારા યજ્ઞમા આહુતિ આપી પોતાના સ્વજનોના આત્માના મોક્ષ તથા શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ અર્પણ કરવાની રહેશે. મોરબી જલારામ મંદિર ના અગ્રણી અરવિંદભાઈ સોમૈયા તથા અન્ય આગેવાનો દ્વારા જલારામ મંદિર ખાતે આ જ સમયે યજ્ઞ તેમજ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. આ યજ્ઞ દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા સકારાત્મકતા પ્રદાન કરે છે તેમજ વિવિધ રોગોમાંથી મુક્તિ પ્રદાન કરે છે તેવો ઉલ્લેખ આપણા પૌરાણિક શાસ્ત્રો મા કરવામા આવેલ છે. તેથી આ ભગીરથ કાર્યમાં બહોળી સંખ્યામા સર્વજ્ઞાતિય પરિવારજનો જોડાય તેમજ એક સમયે યજ્ઞ કરી દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદન ભાઈ પુજારા, હરીશભાઈ રાજા, અરવિંદભાઈ સોમૈયા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હીતેશ જાની સહીતનાઓએ અનુરોધ કર્યો છે તેવું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડએ જણાવ્યુ છે.


Loading...
Advertisement