મોરબી સબ જેલમાં કેદી તેમજ આરોપીઓને મુકાઇ કોરોના વેક્સિન

11 May 2021 02:38 PM
Morbi
  • મોરબી સબ જેલમાં કેદી તેમજ આરોપીઓને મુકાઇ કોરોના વેક્સિન

મોરબી સબ જેલ ખાતે લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટરના એમપીએચડબલ્યુ સુરેશભાઈ રઘુભાઈ ભરવાડ તેમજ ફિમેલ હેલ્થ વર્કર મહેફુઝાબેન ઉસ્માનગની માથકીયા દ્વારા કાચા અને પાકાના કેદી તેમજ આરોપી ભાઈઓને વધતા જતા કોરોના વાયરસના નિયંત્રણના ભાગ રૂપે કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું અને આ માટે જેલમાં જ આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મોરબી સબ જેલના 30 થી વધુ કેદીઓને કોરોનાની બીજી લહેરમાં કોરોના પોઝિટિવ આવેલ હતો.


Loading...
Advertisement