વાંકાનેરમાં આર.એસ.એસ. દ્વારા બ્લડ-પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાયો

11 May 2021 02:39 PM
Morbi
  • વાંકાનેરમાં આર.એસ.એસ. દ્વારા બ્લડ-પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાયો

કોરોના મહામારીમાં દવાની સાથે સાથે બ્લડ અને પ્લાઝમાની પણ ખૂબજ આવશ્યકતા છે ત્યારે દરેક લોકો પોત પોતાની રીતે સમાજ ઉપયોગી કાર્ય કરીને કોરોના સામેનો જંગ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ - સૌરાષ્ટ્ર પ્રાંત તથા વેદ માતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રષ્ટ અને ફિલ્ડમાર્શલ બ્લડ બેંક - રાજકોટના સંયુક્ત ઉપક્રમે વાંકાનેર ખાતે આયોજિત બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ દિનેશભાઈ ડી.વડસોલા, સંદીપભાઈ લોરીયા, મહાદેવભાઈ આર. રંગપડીયા, વગેરેએ પ્લાઝમા ડોનેટ કરી, કોરોના પીડિત પેસેન્ટને મદદરૂપ થવાનો પ્રયત્ન કરેલ છે.


Loading...
Advertisement