હળવદ નજીકના હરિકૃષ્ણધામ દ્વારા મોરબી, ધ્રાંગધ્રા અને હળવદમાં દર્દીઓને ફ્રૂટ કીટ વિતરણ

11 May 2021 02:40 PM
Morbi
  • હળવદ નજીકના હરિકૃષ્ણધામ દ્વારા મોરબી, ધ્રાંગધ્રા અને હળવદમાં દર્દીઓને ફ્રૂટ કીટ વિતરણ

અમદાવાદ કાળુપુર શ્રીસ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રીનરનારાયણદેવના દ્વિશતાબ્દી મહોત્સવ "પર્વ" નિમિત્તે હળવદ તાલુકાના રણજીતગઢ ગામમાં આવેલ શ્રીહરિકૃષ્ણધામે તા.5 થી 9 મે દરમિયાન 13મી શ્રીહરિ જ્ઞાન શિબિરનું આયોજન ચાલી રહ્યું છે. તેની અંતર્ગત સર્વોપરી શ્રીઘનશ્યામ મહારાજને 1600 કિલોથી પણ વધુ ફળોની હાટડી ભરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ હાટડીમાં મુખ્યત્વે સફરજન, નારંગી, મોસંબી, ચીકુ, કેરી, નારિયેળ વગેરે ફળોથી હાટડી પૂરી હતી. અને ભગવાનને ધરાવેલ આ તમામ ફળો મોરબીની સિવિલ, હળવદમાં સરકારી દવાખાનામાં, ઘાંચીની વાડી કોવીડ સેન્ટરમાં, ઉમા ક્ધયા છાત્રાલય કોવીડ સેન્ટરમાં, ધ્રાંગધ્રામાં સરકારી હોસ્પિટલમાં અને સંસ્કાર ધામ ગુરુકુલ-ધ્રાંગધ્રા કોવિડ સેન્ટરમાં વગેરે સ્થળોએ કોરોના અસરગ્રસ્ત દર્દીઓને સંતો દ્વારા પ્રસાદીરૂપ ફ્રુટ આપવામાં આવેલ છે. આ તકે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ, જ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા, ભક્તિહરિદાસજી સ્વામીના શુભ માર્ગદર્શન તથા સંતો અને હરિભક્તોની તન-મન-ધનની સેવાથી પરિપૂર્ણ થયું છે.


Loading...
Advertisement