મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોરોના રેપીડ ટેસ્ટ સેવાયજ્ઞ

11 May 2021 02:41 PM
Morbi
  • મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોરોના રેપીડ ટેસ્ટ સેવાયજ્ઞ

મોરબીના વિવિધ વિસ્તારમાં વિનામૂલ્યે લોકોના કોરોના રેપીડ ટેસ્ટ કરવાનું ચાલુ છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કરીને સેવાયજ્ઞને ચાલુ કરવામાં આવેલ છે. હવે વિવિધ વિસ્તારોમાં અનુભવી ડોક્ટર અને મેડિકલ સ્ટાફ દ્વાર કોરોના રેપીડ ટેસ્ટિંગ તેમજ જરૂરી દવા વિતરણ કેમ્પ યોજવાનું શરૂ કર્યું છે અને રબારીવાસ, વણકરવાસ, વાલ્મિકીવાસમાં રેપીડ કોરોના ટેસ્ટ કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં 72 જેટલા લોકોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવતા એકપણ પોઝિટિવ કેસ આવેલ નથી અને આ સાથે લોકોને ઇમ્યુનિટી વધે તેવી જરૂરી દવાઓ પણ આપવામાં આવેલ હતી. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement