મોરબીના જુદાજુદા અર્બન હેલ્થ સેન્ટરોની મુલાકાત લેતા ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ

11 May 2021 02:43 PM
Morbi
  • મોરબીના જુદાજુદા અર્બન હેલ્થ સેન્ટરોની મુલાકાત લેતા ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ

મોરબી તાલુકામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરોમાં કોરોનાને લગતી થઈ રહેલ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા માટે મોરબી-માળીયા(મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી અધ્યક્ષ સુરેશભાઈ દેસા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા વિગેરેએ ગોકુળનગર અર્બન હેલ્થ સેન્ટર, પરષોતમ ચોક અર્બન હેલ્થ સેન્ટર, વીસીપરા અર્બન હેલ્થ સેન્ટર, સો ઓરડી વિસ્તાર અર્બન હેલ્થ સેન્ટરના સંબધિત મેડિકલ ઓફિસર તેમજ તબીબી સ્ટાફ સાથે જે તે વિસ્તારની કોરોના અંગેની સ્થિતિનો ક્યાસ કાઢ્યો હતો. સાથોસાથ આ આગેવાનોએ આ બધા અર્બન હેલ્થ સેન્ટરોમાં રેપિડ ટેસ્ટની કિટનો વધુ જથ્થો પણ રૂબરૂ આપ્યો હતો. સો ઓરડી વિસ્તારમાં પ્રજાપતી બોડિંગમાં કાર્યરત કોરોના આઇસોલેશન સેન્ટરની પણ આ આગેવાનોએ મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલતી વેકિસન આપવાની કામગીરી પણ નજરે નિહાળી હતી.(તસવીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement