મોરબી જેલ ખાતે સ્ટાફ અને પરિવાર માટે મેડીકલ કેમ્પ યોજાયો

11 May 2021 02:49 PM
Morbi
  • મોરબી જેલ ખાતે સ્ટાફ અને પરિવાર માટે મેડીકલ કેમ્પ યોજાયો
  • મોરબી જેલ ખાતે સ્ટાફ અને પરિવાર માટે મેડીકલ કેમ્પ યોજાયો

જેલોના વડા ડો. કે.એલ.એન રાવના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે સ્ટાફ અને તેઓના પરિવાર માટે મેડીકલ કેમ્પનુ આયોજન કરવામા આવેલ હતું જેમા અધિક્ષક એલ.વી.પરમાર તેમજ સુબેદાર અતુલભાઈ આર. પટેલની સાથે સિવિલ હોસ્પિટલ મોરબીના આયુર્વેદિક વિભાગના વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર (મેડિકલ ઓફિસર આયુર્વેદ તથા ડો.રસીલાબેન પરમાર (ઇન્ટર્ન, હોમિયોપથી)ના સ્વહસ્તક સ્ટાફ પરિવારના તમામ સભ્યોને આર્યુવેદિક પેકેટ હોમિયોપેથીક દવાઓનું વિતરણ તથા ઉકાળા પીવડાવવામાં આવેલ અને તાલુકા અર્બન હેલ્થ સેન્ટર, ધન્વંતરિ રથના ડો.શ્રીમતી શીતલબેન જાની, તેમજ શ્રીમતી રિમ્પલબેન સારદીયા તરફથી તમામ કર્મચારી તથા પરિવારના તમામ સભ્યોનું હેલ્થ સ્કેનિગ, રેપિડ ટેસ્ટ તથા લીંબુ સરબતનું વિતરણ કરવામાં આવેલ છે.


Loading...
Advertisement