કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની હવા વચ્ચે ગૃહમંત્રી બોમ્મઈ દિલ્હી પહોંચ્યા

11 May 2021 03:24 PM
India Politics
  • કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની હવા વચ્ચે ગૃહમંત્રી બોમ્મઈ દિલ્હી પહોંચ્યા

અમીત શાહ સાથે મુલાકાત: યેદુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર પણ સાથે જોડાયા

બેંગ્લોર: આસામમાં નવી સરકારની રાજયની કામગીરી પૂર્ણ કર્યા બાદ હવે ભાજપ મોવડીમંડળે કર્ણાટકનો એજન્ડા હાથમાં લીધો છે અને કર્ણાટકના ગૃહમંત્રી બસાવરાજ બોમ્મઈ આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહને મળતા અટકળો તેજ થઈ હતી કે આગામી દિવસોમાં કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન થઈ શકે છે. જો કે બોમ્મઈએ આવી કોઈ શકયતા નકારતા કહ્યું હતું કે તેમની આ મુલાકાતનો હેતુ રાજકીય ન હતો અને કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની કોઈ ચર્ચા થઈ નથી. બોમ્મઈની સાથે રાજયના મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર પણ દિલ્હી પહોંચ્યા હતા. જો કે રાજયમાં જયારે કોરોનાના કેસ વધતા રહ્યા છે તેથી ભાજપ મોવડીમંડળ હાલ નેતૃત્વ પરિવર્તન કરે નહી તેવા સંકેત છે. લાંબા સમયથી કર્ણાટકમાં યેદુરપ્પા શાસન સામે પક્ષમાં જ અસંતોષ છે.


Related News

Loading...
Advertisement