યુવાનો છેક આઠમા દિવસે ટેસ્ટીંગ કરાવવા જતાં હોય ઘણું નુકસાન થયું હોય છે, ધીમુ વેક્સિનેશન પણ જવાબદાર: ‘મને ન જ થાય’ તેવું માનવું પણ વ્યાજબી નથી: ડો.તેજસ કરમટા

11 May 2021 04:44 PM
Rajkot
  • યુવાનો છેક આઠમા દિવસે ટેસ્ટીંગ કરાવવા જતાં હોય ઘણું નુકસાન થયું હોય છે, ધીમુ  વેક્સિનેશન 
પણ જવાબદાર: ‘મને ન જ થાય’ તેવું માનવું પણ વ્યાજબી નથી: ડો.તેજસ કરમટા

ક્રિટિકલ કેર નિષ્ણાત ડો.તેજસ કરમટાએ વધુ ઝડપથી યુવાનો કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે યુવાઓ લક્ષણો દેખાય છતાં તેની અવગણના કર્યે રાખે છે અને છેક આઠમા-નવમા દિવસે ટેસ્ટીંગ કરાવવા જતાં હોવાથી ફેફસાને ઘણું નુકસાન થઈ ગયું હોય છે. બીજી બાજુ અત્યારે શહેરમાં 45 વર્ષથી વધુના 30થી 40 ટકા લોકોને વેક્સિનેશન થઈ ચૂક્યું છે પરંતુ યુવાનોનું વેક્સિનેશન થોડું ધીમું ચાલું રહ્યું હોવાથી તેને પણ જવાબદાર ગણી શકાય. ખાસ કરીને યુવાનો અત્યારે ‘મને કોરોના થાય જ નહીં’ તેવું માની લ્યે છે જે પણ તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે. લક્ષણો જણાય કે ચોથા જ દિવસે ટેસ્ટીંગ કરાવી લેવામાં આવે તો વધુ નુકસાન થતું નથી. આ ઉપરાંત પરિવારમાં કોઈ વ્યક્તિને કોરોના થયો હોય એટલે તેમને જોવા જવાનો આગ્રહ રાખવો પણ ભારે પડી શકે છે તેથી યુવાઓએ તો અત્યારે આ લહેરમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.


Related News

Loading...
Advertisement