એબી અને બી બ્લડ ગ્રુપ ધરાવનારને કોરોના સંક્રમણ થવાની શકયતા વધુ

11 May 2021 04:45 PM
India
  • એબી અને બી બ્લડ ગ્રુપ ધરાવનારને કોરોના સંક્રમણ થવાની શકયતા વધુ

હાલમાં જ કાઉન્સીલ ઓફ સાયન્ટીફીક રીસર્ચ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવ્યું છે કે એબી અને બી ગ્રુપ ધરાવનાર વ્યક્તિઓ કોરોના સંક્રમણનો શિકાર સહેલાઈથી બને છે. આ રીપોર્ટ રાષ્ટ્રવ્યાપી સીરો સર્વે મારફત કરાયો હતો અને સીએસઆઈઆરના રીસર્ચ પેપરમાં તે જણાવાયું છે. આ બ્લડ ગ્રુપના લોકોને સંક્રમણ બહુ સહેલાઈથી લાગી જાય છે જયારે ઓ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વાઈરસની અસર ઓછી થાય છે અને તેઓને વાઈરસનું સંક્રમણ થાય તો પણ તે લક્ષણ વગરની સ્થિતિમાં હોય છે અને અત્યંત હળવુ સંક્રમણ થાય છે. રીસર્ચમાં 140 તબીબો દ્વારા 10 હજાર લોકોના કોરોના બાદના બ્લડ સેમ્પલ ચકાસાયા હતા.


Related News

Loading...
Advertisement