નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શિક્ષકો દ્વારા સફાઈ અભિયાન

11 May 2021 05:03 PM
Rajkot Saurashtra
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શિક્ષકો દ્વારા સફાઈ અભિયાન
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શિક્ષકો દ્વારા સફાઈ અભિયાન
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શિક્ષકો દ્વારા સફાઈ અભિયાન

કોરોનાગ્રસ્ત દર્દીઓની કતારો જયાં સતત રહી હતી તે ચૌધરી હાઈસ્કુલનું ગ્રાઉન્ડ ચોખ્ખુ ચણાક કરાયું : પ્લાસ્ટીકની બોટલો, થેલીઓ, ડીસ પેપર સહિતના ટનબંધ કચરાનો કરાયો નિકાલ

રાજકોટ તા.11
રાજકોટ સિવીલ હોસ્પીટલમાં દાખલ થવા માટે જયાં દિવસ-રાત દરમ્યાન કોરોનાગ્રસ્ત દર્દીઓની કતારો લાગેલી રહેતી હતી તે ચૌધરી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં આજે સવારના સફાઈ અભિયાન હાથ ધરી ટનબંધ કચરાનો નિકાલ કર્યો હતો. શાસનાધિકારી કિરીટસિંહ પરમારનાં માર્ગદર્શન હેઠળ સવારના હાથ ધરાયેલા આ સફાઈ અભિયાનમાં 50 જેટલાં શિક્ષકો જોડાયા હતા. અહી એ ઉલ્લેખનીય છે કે સિવીલ હોસ્પીટલમા દાખલ થવા માટે છેલ્લા એક માસથી દર્દીઓની તેમના પરિવારજનો સાથે એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાંબી લચક કતારો સતત લાગેલી રહેતી હતી. આ ગ્રાઉન્ડમાં દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ચા-નાસ્તો, સુકી ભાજી-થેપલા-વેફર્સ સહિતની ચીજવસ્તુઓ પુરી પાડવા વિવિધ સામાજીક સંસ્થાઓ અને સેવાભાવીઓ દ્વારા સ્ટોલ નાખવામાં આવેલ છે. આ ગ્રાઉન્ડમાં પ્લાસ્ટીકની બોટલો, થેલીઓ, વેફર્સનાં ખાલી પેકેટ ડીસ-પેપર સહીતનો કચરો ફેંકી દેવાતો હોય આ ગ્રાઉન્ડમાં ખડકાયેલા ટનબંધ કચરાનો શિક્ષકોએ નિકાલ કર્યો હતો. તેમ દિપકભાઈએ જણાવ્યું હતું. સામાજીક ઉતરદાયીત્વ નિભાવવાના ભાગરૂપે શિક્ષણની જવાબદારી નિભાવવાની સાથે આ શિક્ષકોએ સફાઈ અભિયાન હાથ ધરી ચૌધરી હાઈસ્કુલનાં ગ્રાઉન્ડમાંથી ટનબંધ કચરાનો નિકાલ કર્યો હતો.


Related News

Loading...
Advertisement