ગુજરાતના તમામ ગામડાઓમાં કોવિડ સેન્ટર ખોલવાની માંગ સાથે રાજકોટમાં એનસીપી મહિલા પ્રમુખ રેશ્મા પટેલના ઉપવાસ શરૂ

11 May 2021 05:04 PM
Rajkot Gujarat
  • ગુજરાતના તમામ ગામડાઓમાં કોવિડ સેન્ટર ખોલવાની માંગ
સાથે રાજકોટમાં એનસીપી મહિલા પ્રમુખ રેશ્મા પટેલના  ઉપવાસ શરૂ
  • ગુજરાતના તમામ ગામડાઓમાં કોવિડ સેન્ટર ખોલવાની માંગ
સાથે રાજકોટમાં એનસીપી મહિલા પ્રમુખ રેશ્મા પટેલના  ઉપવાસ શરૂ

કોરોનાગ્રસ્ત દર્દીઓ મીનીટોમાં જીવ ગુમાવે છે ત્યારે મુખ્યમંત્રીની મોટી-મોટી વાતોથી જનતા ગુમરાહ:આવેદન પાઠવાયું

રાજકોટ તા.11
ગુજરાતના દરેક ગામડે-ગામડે કોવિડ સેન્ટર સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અને મેડીકલ સુવિધા આપવાની માંગણી સાથે રાજકોટ ખાતે એનસીપી ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે આમરણાંત ઉપવાસનો પ્રારંભ કર્યો છે સાથે મુખ્યમંત્રીને લેખીતમા આવેદનપત્ર પાઠવ્યુ છે.એનસીપી પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી માત્ર વાતો જ કરે છે. કોરોનાની ગ્રાઉન્ડ વાસ્તવિકતા જોઈએ તો આજે પણ ગુજરાતની મા-બહેન-દિકરીઓ ભાઈ વડીલો મીનીટોમાં જીવ ખોઈ બેસે છે. એટલા માટે હવે વાતો નહિં કામ જોઈએ છે. કોવિડની તમામ વ્યવસ્થાની નીતીઓ લેખીતમાં પ્રજા વચ્ચે સાર્વજનીક કરે કોવીડ હેલ્પ માટે જે ગામડા સુધીની જે કાંઈ જવાબદારીઓ અધિકારીઓની સમિતિ બનાવો અને તેમનાં કોન્ટેક નંબર લોકો વચ્ચે સાર્વજનીક કરો જેથી લોકોને સરળતાથી કોન્ટેકટ કરી જીવ બચાવી શકે બાકી ‘વેન્ટીલેટર ધમણ’ની વાતો આજે પણ કાનમાં વાગે છે. જો તમે મુખ્યમંત્રી પદની ખુરશી પર બેસી સુવિધા ના કરી શકતા હો તો ખુરશી ખાલી કરો અમો ગુજરાતને સાચવી લેશુ બચાવી લેશુ, અમારી ઉપરોકત માંગ જયાં સુધી પુરી નહિં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રહેશે તેમ રેશ્મા પટેલે જણાવ્યું છે.હાલ ગુજરાતભરમાં કોરોનાની મહામારી સમયે તમામ ગામોમાં કોવીડ સેન્ટર બનવો. ઓકિસજન, દવા, ઈન્જેકશન પુરા પાડી કાળાબજારી કરી પ્રજાને લુંટનારા સામે કડક કાર્યવાહી સાથે વેકિસન પુરતા પ્રમાણમાં દરેક સ્થળે ઉપલબ્ધ કરાવવા અંતમા રેશ્માબેન પટેલે માંગણી કરી છે.


Related News

Loading...
Advertisement