કોરોનાથી સાજા થયા છો અને થાક લાગે છે? તો આપના ખાનપાનમાં આ વસ્તુ સામેલ કરો

11 May 2021 05:11 PM
Health India
  • કોરોનાથી સાજા થયા છો અને થાક લાગે છે? તો આપના ખાનપાનમાં આ વસ્તુ સામેલ કરો

પલાળેલી બદામ, કિસમિસ, રાગી ઢોસા, ઓટમીલ ગોળ અને ઘી, ખીચડીનું યોગ્ય સમયે સેવન અને પુરતું પાણી પીવાથી તાજગી અનુભવાશે

નવી દિલ્હી તા.11
દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાની સામે સાથે રહ્યા છે. આવા લોકોને થાક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાથી બહાર આવવા નેટ પર ડાયટનું જાણે પુર આવ્યું છે. આ મામલે ભારત સરકારની વેબસાઈટ અને ટવીટર હેન્ડલ પર ડાયટ શેર કર્યા છે. જેમાં ઈમ્યુનીટી વધે છે અને થાક પણ લાગતો નથી.

પલાળેલી બદામ અને કિસમીસ:
પલાળેલી બદામ અને કિસમીસ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. બદામમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને કિસમીસ શરીરને સારૂ આયર્ન આપે છે.

રાગી ઢોસા અને ઓટમીલ:
થાક દુર કરવા માટે રાગી ઢોસા અથવા એક કટોરી ઓટેનીલ ખાવવા બહેતર વિકલ્પ છે. આ સવારે સારો આહાર છે. જેનાથી શરીરને એનર્જી મળે છે

ગોળ અને ઘી:
બપોર ભોજન દરમ્યાન ગોળ અને ઘીનું સેવન ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપુર આ કોમ્બીનેશનને આપ રોટલી સાથે પણ ખાઈ શકો છો.આ ઝડપથી રિકવર કરવામાં મદદ કરે છે.

ડિનરમાં ખીચડી:
કોરોનાથી સાજા થયા બાદ રાત્રે વધુ ભારે ખોરાક ન લેવો જોઈએ. ડિનરમાં ખીચડી ખાવી સારો વિકલ્પ છે. ખીચડીમાં દરેક પ્રકારનાં પોષક તત્વો હોય છે અને તે પેટનાં માટે હળવી છે. અનેક ફાયદાની સાથે સાથે ખીચડી ખાવાથી ઉંઘ પણ સારી આવે છે.

પુરતુ પાણી પીઓ:
શરીરને સારી રીતે હાઈડ્રટ કરવા પુરતુ પાણી પીવુ જરૂરી છે. આ સિવાય ઘરમાં લાઈમ જયુસ અને છાશનું નિયમીત સેવન કરવુ જોઈએ. જેનાથી આપના શરીરમાંથી વિષાકત પદાર્થો બહાર નીકળી જશે અને આપ તાજગી અનુભવશો આ સિવાય


Related News

Loading...
Advertisement